અમદાવાદઃ અમદાવાદ શહેરના (Ahmedabad city) વસ્ત્રાલ (Vastral) વિસ્તારમા રહેતી એક મહિલાને પ્રેમ લગ્ન (love marriage) કરવા ભારે પડ્યા છે. પતિને ધંધામાં નુકસાન (business loss) આવતા ધંધો બંધ કરી દીધો. અને દેવું થઈ જતાં ઘર, જમીન, દાગીના પણ ગીરવે મૂકવાનો વખત આવ્યો. છતાં પણ પત્ની પાસે દહેજ પેટે (dowry case) રૂપિયા 15 લાખ માંગી શારીરિક અને માનસિક ત્રાસ આપતા અંતે મહિલાએ પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરાવી છે.
વસ્ત્રાલમાં રહેતી મહિલાએ વર્ષ ૨૦૦૯માં તેમના જ સમાજના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. જો કે લગ્નના શરૂઆતના ત્રણેક વર્ષ સુધી તેના પતિ એ તેને સારી રીતે રાખ્યા બાદ નાની નાની બાબતોમાં બોલાચાલી કરતા હતા. જ્યારે 6 વર્ષ પહેલા તેના પતિને ધંધામાં નુકસાન આવતા ધંધો બંધ કરી દીધો હતો.
જેના કારણે દેવું થઈ જતા ઘર, ગામડાની જમીન અને સોનાના દાગીના પણ ગીરવે મુક્યાં હતા. મહિલાના પિતાએ તેના ઓળખીતા પાસેથી રૂપિયા ૩ લાખ અપાવ્યા હતા જે પણ તેના પતિએ પરત કર્યા ન હતા એટલું જ નહીં મહિલા બેન્ક એકાઉન્ટ ચેક આપીને ઉછીના રૂપિયા લીધા હતા. બેંકમાં ચેક બાઉન્સ થયો હતો જેને કારણે સામેવાળી વ્યક્તિએ મહિલા પર પોલીસ કેસ પર કર્યો છે.
જ્યારે મારે રૂપિયાની જરૂર છે. તું દહેજમાં કઈ લાવી નથી, તું તારા પિતા પાસે થી રૂપિયા 15 લાખ લઈ આવ. તેમ કહીને દહેજની માંગણી કરી હતી. જો કે પિતા આટલા રૂપિયા ક્યાંથી લાવે તેમ કહેતા તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને એક લાફો મારી દીધો હતો. બાદમાં મહિલાને તેના બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.
અને જાનથી મારી નાંખી પોતે મરી જવાની ધમકી આપતા અંતે મહિલા એ કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.