Home /News /ahmedabad /Bus Accident: મધ્ય પ્રદેશથી ગુજરાત આવતી બસ પલટી, ત્રણ મુસાફરનાં મોત

Bus Accident: મધ્ય પ્રદેશથી ગુજરાત આવતી બસ પલટી, ત્રણ મુસાફરનાં મોત

બસ અકસ્માતમાં 11 લોકો ઈજાગ્રસ્ત

MP Road Accident: મધ્ય પ્રદેશથી ગુજરાત આવતી એક બસને અકસ્માત નડતા ત્રણ મુસાફરનાં મોત થયા છે. તમામ મૃતકો રોજગારી માટે ગુજરાત આવી રહ્યા હતા.

ભોપાલ: મધ્ય પ્રદેશથી ગુજરાત આવતી એક બસને અકસ્માત (Bus Accident) નડ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. અકસ્માતને પગલે ત્રણ મુસાફરનાં મૃત્યુ થયા છે. બસને ખજૂરી ઘાટ (Khajuri Ghat) પાસે અકસ્માત નડ્યો હતો. મજૂરો ભરેલી બસને અકસ્માત (Road accident) નડતા ત્રણ લોકોનાં મોત થયા છે અને 11 મુસાફર ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે તમામ લોકો રોજગારી માટે ગુજરાત આવી રહ્યા હતા. તમામ મુસાફર ગ્વાલિયરના રહેવાસી હોવની માહિતી મળી છે. ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતના અન્ય અપડેટ્સ:


મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ


આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી (North Gujarat rainfall) છે. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતના ઊંઝા સહિત, વડનગર, ખેરાલુ મહેસાણામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ઉંઝામાં સવારથી વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાને પગલે વાહન ચાલકો પરેશાન થયા છે. (વાંચો સમગ્ર અહેવાલ...)


વ્યાજખોરોના માનસિક ત્રાસથી શેર બજારના દલાલે જીવન ટૂંકાવ્યું


સુરત: સુરતમાં એક યુવકે આપઘાત (Surat suicide case) કરી લીધો છે. વ્યાજખોરોના ત્રાસથી શેર બજારમાં દલાલીનું કામ કરતા યુવકે સાતમા માળેથી કૂદીને જીવ આપી દીધો છે. આ સાથે જ આપઘાત કરી લેનાર પ્રવીણ એલ કુંભાણી (Pravin Kumbhani)એ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)ને ન્યાય અપાવવાની પણ વાત સુસાઇડ નોટ (Suicide note)માં લખી છે. યુવકે લખેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરોના ત્રાસની વાત લખવામાં આવી છે. સુસાઇડ નોટના જણાવ્યા પ્રમાણે યુવકે જેમને પૈસા આપ્યા હતા તેઓ પરત આપ નથી રહ્યા તેમજ જેમને પૈસા આપવાના છે તેઓ સતત માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ મામલે કતારગામ પોલીસે (Katargam police station) ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

મગર બે કલાક સુધી યુવાનને લઇને નદીમાં ફર્યો


કાળજુ કંપાવી દે એવી ઘટના વડોદરામાં (Vadodara) બની છે. વડોદરાના પાદરા તાલુકાના સોખડારાઘુ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં (Dhadhar river) એક મગરે (Crocodile viral video) 30 વર્ષના યુવાન પર હુમલો કરીને તેનો શિકાર બનાવ્યો હતો. યુવાનનો પગ લપસી જતાં તે અચાનક જ નદીમાં પડી ગયો હતો. યુવાન નદીમાં પડતા જ મગર તેને ખેંચી ગયો અને બે કલાક સુધી તે યુવાનને લઇને ફરતો રહ્યો હતો. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: Madhya pradesh, અકસ્માત, ગુજરાત, બસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો