અમદાવાદ: શહેરમાં વર્ષનાં અંતે ગોઝારો અકસ્માત થયો છે. શહેરનાં નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇ કેર હોસ્પિટલનાં પહેલા માળે આગ લાગી છે. જેમાં બે લોકોનાં મોત થયા છે. આ હોસ્પિટલમાં લાગેલી આગને કારણે સિક્યુરિટી ગાર્ડ અને તેમની પત્નીનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ આગ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ લાગ્યાની શક્યતા છે.
મળેલી માહિતી પ્રમાણે, મૃતક દંપતી રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી છે. જેમાં પતિનું નામ નરેશ પારઘી ( ઉ.વ 25) અને પત્ની હંસાબેન પારઘી (ઉ.વ.24) છે. મોડી રાતે જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઇકેર હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ સહિતનાં લોકો હાજર હતા.
હાલ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ઘરી છે. હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.
" isDesktop="true" id="1310900" >
આપને જણાવીએ કે, નવસારીનાં વેસ્મા ગામ નજીક બસ અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. જે સાથે 30 લોકોને ગંભીર ઇજા થઇ છે. આ બસ અમદાવાદથી મુંબઈ જઇ રહી હતી.