Home /News /ahmedabad /અમદાવાદમાં ઘર ખરીદવાનું વિચારો છો? તો પહેલા જ જાણો આવી પણ છેતરપિંડી થાય છે

અમદાવાદમાં ઘર ખરીદવાનું વિચારો છો? તો પહેલા જ જાણો આવી પણ છેતરપિંડી થાય છે

ગ્રાહકોની તરફેણમાં હુકમ થયો છે.

Ahmedabad Fraud : ગોતામાં એક બિલ્ડરે ગ્રાહકોને અંધારામાં રાખી ફ્લેટ વેચી દીધા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં એક બિલ્ડરે ગ્રાહકોને અંધારામાં રાખી બીયું પરમિશન વગરના ફ્લેટ બારોબાર વેચી દીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે મામલે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદ થતા ગ્રાહકોની તરફેણમાં હુકમ થયો છે. બિલ્ડરે બી યુ પરમિશન વિના ફ્લેટ વેચવા બદલ 2 લાખ અને ફરિયાદીને માનસિક ત્રાસ અને આઘાતના દોઢ લાખ તેમજ ગ્રાહકો પાસેથી નફાખોરી આચરવા વધારાના 8,43,000 રુપિયા 12 ટકા વ્યાજ સાથે બિલ્ડર પાસેથી વસૂલવા હુકમ કર્યો છે.

ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખના જણાવ્યા અનુસાર શહેરના એસ.જી.હાઇવે રોડ , ગોતા ચોકડી સ્થિત ગ્રાહક ભવનની સામે આવેલ સ્તવન પરિશ્રયના નામે જાણીતી સ્કીમમાં પાંચ માળના અને નવ માળના અનેક બહુમાળી મકાનોના બ્લોક - ટાવર બનાવવામાં આવેલા હતા.

સંભવ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા . લી કંપનીના ડીરેકટર મિહીર દેસાઇ અને તોશલ દેસાઇ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાન અને નકશા મુકી બાંધકામની રજાચિઠ્ઠી મેળવી હતી. પરંતુ ગ્રાહકોને બી.યુ. પરમીશન વગર જ ટોટલ 412 ફલેટનું વેચાણ કરી ફ્લેટના પઝેશન આપી દીધા હતા અને કોર્પોરેશન બેન્કમાંથી રૂા .20 કરોડની પ્રોજેક્ટ લોન લઇ બોજો મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સાત કિશોરોમાંથી બે વહેણમાં તણાયા, બંનેના મોત

બિલ્ડરે વર્ષ 2012 માં સ્કીમ મુકી વર્ષ 2015-16 માં ફલેટોનું પઝેશન આપી દીધા હતા અને ફરીયાદી ગ્રાહક પાસેથી રૂા 21 લાખ 43,000 નો અવેજ વસુલ કર્યા બાદ અને ત્યારબાદ ફલેટનું વેચાણ નહી થતાં અન્ય ગ્રાહકોને રૂા.13,00,000 માં સસ્તા ભાવે ફલેટનું વેચાણ કરી અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરી હતી, એકસમાન કાર્પેટ એરીયા ધરાવતા ફલેટમાં અલગ અલગ ભાવે વેચાણ કરવાની કાર્યવાહી ગ્રાહક સુરક્ષા ધારાનો ભંગ છે અને અનફેર ટ્રેડ પ્રેકટીસ છે.
" isDesktop="true" id="1283235" >

જેને પગલે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે સ્ટેટ કમિશન સમક્ષ તમામ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી અસરકારક લેખિત અને મૌખિક દલીલી કરી હતી. ગ્રાહક કમિશને ફરીયાદ અરજી અને દાદને ગ્રાહ્ય રાખી ફરિયાદીની તરફેણમાં હુકમ કર્યો છે.



ફરીયાદી બંને મહિલા ગ્રાહકોને અનુક્રમે 8,43,000 અને 6,80,425  18 ઓક્ટોબર, 2016થી વાર્ષિક 12 ટકાના ચઢતા વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, છેતરપિંડી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन