Home /News /ahmedabad /

અમદાવાદ: BRTS ઓફિસના નિયમો પાળવા જતા કર્મચારીને પડ્યો માર, જાણો આખો બનાવ

અમદાવાદ: BRTS ઓફિસના નિયમો પાળવા જતા કર્મચારીને પડ્યો માર, જાણો આખો બનાવ

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

Ahmedabad News: શહેરના વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં આવેલી નર્મદા આવાસ યોજનામાં રહેતા જયેશભાઈ પરમાર (Jayeshbhai Parmar) વસ્ત્રાલ જડેશ્વર વન રોડ ખાતે આવેલા બીઆરટીએસ બસના વર્કશોપમાં બીઆરટીએસ બસના પ્રાઇવેટ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.

વધુ જુઓ ...
અમદાવાદ: બીઆરટીએસ (BRTS bus) તરફથી એક એવો નિયમ છે કે ડ્રાઇવર (BRTS bus driver) મોડા પડે તો તેનું કારણ ઉપરની ઓફિસમાં આપવું અને કોઈ પણ રૂટ પર ટ્રાફિક જામ (Heavy traffic) થયો હોય અને તેના કારણે મોડું થાય તો તેના વીડિયો લઈને ઓફિસે બતાવવા. આ જ નિયમ એક ડ્રાઈવર પાળી રહ્યો હતો ત્યાં તેને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કે તેને પોલીસ ફરિયાદ નોંધાવવી પડી છે. ટ્રાફિક જામ હોવાથી બસનો ચાલક નીચે ઉતરી વીડિયો (Video) લઈ રહ્યો હતો ત્યારે કારમાં આવેલા બે લોકો વીડિયો કેમ ઉતારે છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને ડ્રાઇવર સાથે મારામારી કરી હતી. બસના ડ્રાઇવરે આ અંગે પોલીસ ફરિયાદ (Police complaint) આપી છે.

શહેરના વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં આવેલી નર્મદા આવાસ યોજનામાં રહેતા જયેશભાઈ પરમાર (Jayeshbhai Parmar) વસ્ત્રાલ જડેશ્વર વન રોડ ખાતે આવેલા બીઆરટીએસ બસના વર્કશોપમાં બીઆરટીએસ બસના પ્રાઇવેટ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઈકાલે બપોરે ચારેક વાગ્યાની આસપાસ ઠક્કરનગર થઈ વિજયનગર ચાર રસ્તા ખાતે આવતાં વિજયપાર્ક ચાર રસ્તા ખાતે ખૂબ જ ટ્રાફિકજામ થયો હતો. તેઓની ઉપરી કચેરી ખાતેથી હુકમ છે કે ગાડી મોડી પડે તો કયા કારણોસર મોડું થયું છે તેનું કારણ જણાવવું અને ટ્રાફિક જામ થયો હોય તો ટ્રાફિકનો વીડિયો ઉતારી લેવો.

આ પણ વાંચો: કચ્છના જાણીતા સંતને મળી સર કલમની ધમકી

આ નિયમને પગલે જયેશભાઈ બસમાંથી નીચે ઉતરી ટ્રાફિકનો વીડિયો ઉતારતા હતા. આ વખતે સફેદ કલરની સ્વીફ્ટ ગાડી ત્યાં આવી પહોંચી હતી. સ્વીફ્ટ કારના ચાલક તથા તેની સાથે રહેલો એક શખ્સ જયેશભાઈ પાસે આવી કહેવા લાગ્યા કે, અહીં વિડિયો કેમ ઉતારે છે? તેમ કહી એક શખ્સ જયેશભાઈનો ફોન લેવા આવ્યો હતો. જયેશભાઈએ મોબાઈલ આપવાની ના પડતા આ શખ્સે જયેશભાઈ ઉપર ઉશ્કેરાયો હતો અને તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. અન્ય એક વ્યક્તિએ મોઢા ઉપર તથા હોઠ ઉપર જયેશભાઈને ફેટ મારી દીધી હતી. આ ઉપરાંત તને જોઈ લઈશ એવી ધમકી પણ આપી હતી.

જે બાદમાં કર્મચારી જયેશભાઈ ત્યાં જ બીઆરટીએસ બસ પાર્ક કરીને તેમના સાથી કર્મચારી સાથે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા પહોંચ્યા હતા. બાદમાં તેઓને જાણવા મળ્યું કે સફેદ કલરની નંબર વગરની સ્વીફ્ટ કારના ચાલકનું નામ વિજયસિંહ વાઘેલા અને તેની સાથેનો વ્યક્તિ બીટ્ટુ છે. જેથી વિજયસિંહ વાઘેલા અને બીટ્ટુ નામના શખ્સો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: BRTS, અમદાવાદ, ગુનો, પોલીસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन