Home /News /ahmedabad /મીલકતના ડખાઃ અમદાવાદમાં પિતાનું મકાન વેચી દેવાનું કહીને ભાઇએ ભાઇ પર હુમલો કર્યો
મીલકતના ડખાઃ અમદાવાદમાં પિતાનું મકાન વેચી દેવાનું કહીને ભાઇએ ભાઇ પર હુમલો કર્યો
આનંદનગર પોલીસ સ્ટેશન
Ahmedabad Crime: શહરના આનંદનગર વિસ્તારમાં આવેલા કર્ણાવતી ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ગણેશ વઢવાણાએ તેના નાના ભાઇ પ્રતાપ ઉર્ફે મુકેશ વઢવાણા વિરૂદ્ધ મારામારીની ફરિયાદ કરી છે.
અમદાવાદ: મીલકતના મામલે ભાઇ-ભાઇ વચ્ચે ખુની ખેલ ખેલાતા હોવાના અનેક કિસ્સા આપણા સમાજમાં બની રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં પિતાનું માકન વેચી દેવા મામલે નાના ભાઇએ મોટાભાઇ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘરે લોક નહી મારવાનું તેમ કહીને ભાઇએ મોટાભાઇ સાથે બાબલ કરી હતી અને સાંજે મકાન વેચી દેવુ છે તે મામલે હુમલો કર્યો હતો.
શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા કર્ણાવતી ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ગણેશ વઢવાણાએ તેના નાના ભાઇ પ્રતાપ ઉર્ફે મુકેશ વઢવાણા વિરૂદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. ગણેશ વઢવાણના ત્રણ ભાઇ છે જેમાંથી સૌથી નાના ભાઇ પ્રતાપે તેમના ઉપર મીલકત મામલે બબાલ કરી હતી. ગણેશ વઢવાણ તેના પરિવાર સાથે જે મકાનમાં રહે છે ત્યા તેનો ભાઇએ પ્રતાપ એકલો રહે છે.
ગઇકાલે બપોરે ગણેશ ઘરે જવા માટે આવ્યો હતો ત્યારે પ્રતાપ આવ્યો હતો અને બબાલ કરતા કહેવા લાગ્યો હતો કે તારે તારા મકાનને લોક નહી મારવાનું. ગણેશ કોઇપણ જવાબ આપ્યા વગર નોકરી પર જતો રહ્યો હતો પરંતુ સાંજે તે ઘરે આવ્યો ત્યારે પ્રતાપે તેને માથામાં પ્લાવુડના લાકડાના ફટકા મારી દીધા હતા. પ્રતાપને મકાન વેચી મારવુ હોવાથી તેણે ભાઇ પર હુમલો કર્યો હતો.
ગણેશના માથામાં ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આનંદનગર પોલીસે આ મામલે પ્રતાપ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક છે કારણ કે ચાંદખેડામાં પણ પતિ અને પતિ વચ્ચે બબાલ થઇ અને જેમાં પત્નીની હત્યા થી ગઈ છે. જે મામલે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ વધુ બહાર આવશે.