Home /News /ahmedabad /અમદાવાદમાં ગંભીર ઘટનાનો CCTV Video: ટ્રેપની શંકા જતા GST અધિકારીએ વેપારીને ચાલુ કારે ફેંકી ઢસડ્યો

અમદાવાદમાં ગંભીર ઘટનાનો CCTV Video: ટ્રેપની શંકા જતા GST અધિકારીએ વેપારીને ચાલુ કારે ફેંકી ઢસડ્યો

લાંચીયા અધિકારીએ ચાલુ કારે વેપારીને લાતો મારી કારમાંથી ફેંકી દીધો

gstના અધિકારીએ કામ પૂરું કરવા માટે 3000 હજારની લાંચ માંગી હતી, પરંતુ વેપારી રૂપિયા આપવા માંગતા ના હતા જેથી તેમને acbનો સંપર્ક કર્યો

અમદાવાદ : શહેરમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક gstના અધિકારીએ એવું કૃત્ય કર્યું છે કે, હવે તેને ભાગવાની ફરજ પડી છે. gstના અધિકારીએ એક વેપારીને ચાલુ કારમાંથી ધક્કો માર્યો, ત્યારબાદ વેપારીએ સીટ પકડી રોડ પર પડ્યા, જોકે તેમને સીટ છોડી નહીં તો આરોપીએ લાત મારી વેપારીને ચાલુ કારમાંથી ફેંકી દીધા અને જેમાં વેપારીને ગંભીર ઈજા થઈ છે. આ ઘટનામાં વેપારીને બચાવવા એક પોલીસ કર્મી પણ ગયા અને જેમાં તેમણે પણ ઈજા થઈ છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદ ડી કેબિનમાં રહેતા વેપારી પ્રિતેશ પટેલ હાઉસ કિપિંગ અને સિક્યુરિટીને લગતા કામ કાજ કરે છે અને તેમની પાસેથી gstના અધિકારીએ કામ પૂરું કરવા માટે 3000 હજારની લાંચ માંગી હતી, પરંતુ વેપારી રૂપિયા આપવા માંગતા ના હતા જેથી તેમને acbનો સંપર્ક કર્યો હતો. acbએ ચાંદખેડાના વિસત પેટ્રોલ પંપ પાસે ટ્રેપ ગોઠવી અને કાર્યવાહી શરૂ કરી હતી.

ટ્રેપ પ્રમાણે આરોપી gstના અધિકારી કાર લઈને આવી ગયા હતા અને acbના ફરિયાદી પણ કારમાં બેસી ગયા હતા અને પ્લાન મુજબ બધુ થઈ રહ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આરોપીએ લાંચની રકમ પણ લઈ લીધી હતી, પરંતુ તેને રૂપિયા લીધા બાદ શંકા થઈ ગયેલ અને આરોપીએ તાત્કાલિક ફરિયાદી વેપારીને કારમાંથી ધક્કો મારી ફેંકી દીવાની કોશિસ કરી હતી, છતાં વેપારીએ સીટ પકડી લીધેલ અને રોડ પર ઘસડાયા હતા.



આ પણ વાંચોમહીસાગર : પિતાએ દીકરીના પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો, હત્યાની ટેકનિક જાણી પોલીસ પણ ચોંકી ગઈ

મહત્વની વાત એ છે કે, ત્યારબાદ પણ આરોપી અધિકારી વેપારીને લાતો મારી ચાલુ કારે નીચે ફેંકી દીધો હતો, આ ઘટનામાં વેપારીને ગંભીર ઇજા થઈ છે. હાલ ચાંદખેડા પોલીસે આરોપી સામે હત્યાની કોશીશ સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે, ત્યારે acbએ પણ પોતાની રીતે કાર્યવાહી કરી રહી છે.
Published by:Kiran Mehta
First published:

Tags: ACB Gujarat, ACB raid, ACB TREP, Ahmedabad news, Crime news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો