Home /News /ahmedabad /Ahmedabad: ઘરેથી નીકળતા પહેલા વિચારજો; શહેરની હવા બની ઝેરીલી

Ahmedabad: ઘરેથી નીકળતા પહેલા વિચારજો; શહેરની હવા બની ઝેરીલી

શહેરની હવામાં ઠંડક વધતાની સાથે જ હવા ઝેરી બની ગઈ

દિલ્હી બાદ હવે અમદાવાદની હવામાં પણ પ્રદૂષણની માત્રા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની હવામાં ઠંડક વધતાની સાથે જ હવા ઝેરી બની ગઈ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Parth Patel, Ahmedabad: અમદાવાદની હવા દિવસેને દિવસે જોખમી બની રહી છે. જેમાં હવાનું પ્રદુષણ ગંભીર બાબત ગણાય છે. ત્યારે દિવાળીમાં ફટાકડા ફોડવાની મોજે શહેરની હવા પ્રદૂષિત કરી છે. જેમાં શહેરના અનેક વિસ્તરાઓમાં હવાનું પ્રદુષણ 300 AQI ને પાર નોંધાયું છે. જ્યારે બીજી તરફ પ્રદુષણ દર્શાવતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.

    શહેરની હવામાં ઠંડક વધતાની સાથે જ હવા ઝેરી બની ગઈ

    દિલ્હી બાદ હવે અમદાવાદની હવામાં પણ પ્રદૂષણની માત્રા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની હવામાં ઠંડક વધતાની સાથે જ હવા ઝેરી બની ગઈ છે. સતત હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે. જે શહેરીજનો માટે ચિંતાજનક બાબત બની ગઈ છે.

    AQI ના જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. જેમાં 200 થી 300 વચ્ચેનો AQI ખરાબ ગણાય છે. 300 થી 400 વચ્ચેનો AQI અત્યંત ખરાબ ગણાય છે. આ જોતાં અમદાવાદની હવા પણ હવે ઝેરી બનતી રહી છે. આ વાત સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. આમ દિલ્લી બાદ હવે અમદાવાદનું વધતું જતું પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઇ છે.

    બોપલનો AQI 321 નોંધાયો, જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 301 નોંધાયો

    અમદાવાદમાં આવેલા પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. સતત બીજા દિવસે પણ બોપલનો AQI 321 નોંધાયો છે. જ્યારે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 301 નોંધાયો છે.

    સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં આ પ્રદુષણની માત્રા વધી જતી હોય છે. તેમાંય દિવાળી જેવા તહેવારોમાં તો ખાસ. દિવાળીમાં નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈ ફટાકડા ફોડવાની મજા લેતા હોય છે. પરંતુ તેમને એ ખ્યાલ નથી આવતો કે આ ફડાકડામાં રહેલા ઝેરી તત્વો હવામાં ભળે છે.

    ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો એ કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે

    કોરોનાકાળના બે વર્ષ બાદ અમદાવાદવાસીઓએ આ વર્ષે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરી હતી. જો કે દિવાળી બાદ અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. દિવાળીમાં અમદાવાદમાં ધામધૂમથી ફટાકડા ફોડ્યા બાદ હવા પ્રદૂષિત થઇ છે. પ્રદૂષણના કારણે શહેરના AQI માં વધારો થયો છે. ત્યારે અમદાવાદ માટે વધતું જતું પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઇ છે.

    ઝેરી વાયુ, ઝેરી ધૂમાડો એ કાર્બન ડાયોક્સાઈનું પ્રમાણ વાતાવરણમાં વધારી દે છે. તેના કારણે વાયુ પ્રદુષણનું જોખમ વધી જાય છે. આમ દિવાળીના તહેવારમાં શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી ગયો છે. જેમાં શહેરના અનેક વિસ્તરાઓમાં હવાનું પ્રદુષણ દર્શાવતા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Ahmedabad news, AQI, Local 18, Polution

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन