અમદાવાદઃ અમદાવાદ શહેરની (Ahmedabad news) અડીને આવેલા બાવળામાં (boy murder in bavla) બે દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હતી. પોલીસે હત્યાના કેસનો ભેદ ઉકેલી દીધો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ મફતમાં ઈંડા ખાઈને પૈસા ન આપતા (fight for free eggs) હોવાથી તકરાર થઈ હતી અને આ બબાલમાં સાત લોકોએ ભેગા મળીને ત્રણ જણા ઉપર જીવલેણ હુમલો (Fatal attack on three boy) કર્યો હતો. જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું.
બાવળામાં થયેલી યુવકની હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહીત બે આરોપીની ધરપકડ કરી છે. હત્યા કરવા પાછળનું કારણ આરોપીઓ મફતમાં ઈંડા ખાઈ પૈસા ન આપતા હોવાથી તકરાર થઈ અને સાત લોકોએ ભેગા મળી ત્રણ જણા પર હુમલો કરી એક યુવક મોત ઘાટ ઉતાર્યો હતો.
બાવળા રૂપાલ બાયપાસ રોડ (Bavla rupal bypass road) પર સોમવાર સાંજે રાહુલ, સંજય અને કિશન નામના 3 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પાઇપ, દંડા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં રાહુલ ઠાકોર નામનો યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા સામે આવ્યું કે હુમલો કરનાર સાત શખ્સોએ ભેગા મળી આ હત્યાના ગુનાને અંજામ આપ્યો છે.
હત્યા કરનાર મુખ્ય આરોપી સંજય વાણિયા તેનાં મિત્રો સાથે રાહુલ ઠાકોરની ઈંડાની લારી પર આવી મફતમાં ઈંડા ખાઈ જતો હતો જેનાં પૈસા આપતો ન હતો. સોમવાર રોજ પણ આરોપી સંજય ઈંડાની લારી પર પસાર થતા જ મૃતક રાહુલે અગાઉ બાકીના પૈસા માંગતા જ ઝઘડો કર્યો અને બાદમાં આરોપી સંજયે અન્ય લોકોને બોલાવીને રાહુલની હત્યા કરી ફરાર થઈ ગયા.
પોલીસ ગિરફતમાં રહેલા સંજય વાણીયા અને શૈલેષ પરમારની ધરપકડ કરવામાં આવી છે. હત્યાના કેસમાં અન્ય પાંચ શખ્સો ફરાર છે. હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય વાણીયા સહિત સાત લોકો એ ભેગા મળી હત્યાના ગુનાને અંજામ આપી બાવળા થી ફરાર થઈ ગયા હતા.
પકડાયેલા આરોપી સંજયેની પૂછપરછમાં કબૂલાત કરી છે કે અગાઉના પૈસા મૃતક રાહુલ માંગતો હોવાથી તકરારમાં ઝઘડો થયો હતો બાદમાં સાત લોકો ભેગા મળી રાહુલ સહીત 3 યુવકને મારીને ફરાર થઈ ગયા હતાં. અન્ય બે યુવક ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર અર્થે છે. હત્યા ગુનામાં પોલીસે અન્ય પાંચ આરોપી પકડવા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે..હાલ 2 આરોપી પકડ માં આવી ગયા છે.