અમદાવાદઃ પત્નીની છેડતી થતાં પતિએ કેનાલમાં ઝંપલાવી કર્યો હતો આપઘાત

આરોપીઓ મૃતક મહેન્દ્રની પત્ની સોનલની અવારનવાર છેડતી કરતા હતા. તેમજ મહેન્દ્રને માર મારતા હતા. તેમજ તેમના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા.

News18 Gujarati
Updated: August 7, 2019, 5:21 PM IST
અમદાવાદઃ પત્નીની છેડતી થતાં પતિએ કેનાલમાં ઝંપલાવી કર્યો હતો આપઘાત
મૃતક યુવકની તસવીર
News18 Gujarati
Updated: August 7, 2019, 5:21 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના ઘાટલો઼ડિયા વિસ્તારમાં રહેતા એક યુવકે 2 મહિના અગાઉ અડાલજ પાસે આવેલી કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. જે અંગે હવે 2 લોકો વિરુધ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ મૃતકની પત્નીની અવારનવાર છેડતી કરતા હતા તેમજ તેને મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી યુવકે આત્મહત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અડાલજ પાસે આવેલી કેનાલમાં બે મહિના અગાઉ મહેન્દ્ર ઠાકોરે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા મૃતકે પોલીસ કંન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેને લઈને પાડોશમાં રહેતા ચંદન ઠાકોર અને વિષ્ણુ ઉર્ફે ગટો ઠાકોર વિરુધ્ધ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં પોલીસે વિષ્ણુ ઉર્ફે ગટો ઠાકોરની ધરપકડ કરી છે.

આરોપીઓ મૃતક મહેન્દ્રની પત્ની સોનલની અવારનવાર છેડતી કરતા હતા. તેમજ મહેન્દ્રને માર મારતા હતા. તેમજ તેમના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. આ જ વાત થી કંટાળીને મહેન્દ્ર ઠાકોરે અડાલજ પાસેની કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પણ એક આરોપી ફરાર છે.
First published: August 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...