બોપલની મોતની ટાંકી : કોઈનો પગ છૂંદાયો, કોઈનું માથું ફાટ્યું

સ્થાનિકોનો આક્ષેપ કે 108ને ફોન કર્યો પરંતુ 20-25 મિનિટ સુધી એમ્બુલન્સ પહોંચી નહીં. મુખ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા.

News18 Gujarati
Updated: August 12, 2019, 3:57 PM IST
બોપલની મોતની ટાંકી : કોઈનો પગ છૂંદાયો, કોઈનું માથું ફાટ્યું
બોપલની મોતની ટાંકી
News18 Gujarati
Updated: August 12, 2019, 3:57 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલની પાસે આવેલી પંચાયતી રાજ સમયની એક જર્જરીત ટાંકી ધડાકાભેર તૂટી પડી હતી. ટાંકી તૂટી જતાં આ દુર્ઘટનામાં 3 વ્યક્તિના મોત થયા છે. ટાંકી જે મેદાનમાં હતી તેની આસપાસ એક કેટરિંગનો વર્કશોપ હતો, ગેસ એજન્સીનું ગોડાઉન અને ભંગારનું ગોડાઉન છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટાંકી તૂટીને નીચે પડી ત્યારે કાટમાળમાં ચગદાઈ જવાથી કોઈનો છુંદાઈ ગયો તો કોઈનું માથું ફૂટ્યું. નીચે કામ કરી રહેલા મજૂરોને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમની ઉપર મોત ઝળૂંબી રહ્યું છે.

આ ઘટનામાં કુલ 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જયારે 3 લોકોનાં મોત થયા છે. દુર્ઘટનામાં વિક્રમ ભુમિત, કુશવા રામહરી અને રવિ દિવાકરનું મોત નીપજ્યું છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઘટનાની જાણ થતાંની સાથે જ તપાસના આદેશ સોંપ્યા છે. અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે આ ઘટનામાં જે કોઈ વ્યક્તિ જવાબદાર હશે તેના સામે પગલાં લેવાશે, અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે સમગ્ર ઘટનાનો ત્રણ દિવસની અંદર રિપોર્ટ તૈયાર કરાશે.

આ પણ વાંચો :  અમદાવાદ : બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, 3 લોકોનાં મોત, 6 સારવાર હેઠળ

કોઈનો પગ છૂંદાયો તો કોઈનું માથું ફુટ્યું

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે 108ને ફોન કર્યો તેમ છતાં એમ્બ્યુલન્સે આવવામાં વાર લગાડી હતી.


આ દુર્ઘટનાને આંખે નિહાળનાર એક મહિલાએ જણાવ્યું હતું કે ટાંકીની દુર્ઘટના થઈ ત્યારે અમે છત પર આવી ગયા હતા. અમે જોયું કે ટાંકીના પાણીમાં ઇજાગ્રસ્તો તણાયા હતા. કોઈનો પગ છૂંદાયો તો કોઈનું માથું ફુટ્યું હતું. અમે ઉપરથી તેમના માટે ચાદરો ફેંકી હતી. આટલી મોટી દુર્ઘટના થઈ સ્થાનિકોએ તાત્કાલિક 108ને ફોન કર્યો પરંતુ 25 મિનિટ સુધી એમ્બ્યુલન્સ આવી નહોતી.
આ પણ વાંચો :અમદાવાદમાં શ્રાવણિયો જુગાર રમતા 54 શકુનીઓ ઝડપાયા  

ટાંકી ઉતારવા ઓપરેટરે બે વાર અરજી કરી હતી

વાઘેલાએ જણાવ્યું હતું કે આ ટાંકી પંચાયતના રાજમાં બનેલી જેમાં બહારથી આર.સી.સી. કામ કરાયું હતું અંદર માટીના થર જ હતા.


સ્થાનિક અર્જુન વાઘેલાએ જણાવ્યું હતું કે આ ટાંકી પંચાયત રાજની હતી. ટાંકીના ઓપરેટરે તેને ઉતારી લેવા માટે બે વાર અરજી આપી હતી. ટાંકીમાં ઉપરથી જ આર.સી.સી. કામ કરાયું હતું અંદર તો ફક્ત માટી જ હતી.

 
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...