Home /News /ahmedabad /અમદાવાદ: રાજ્યમાં દારૂ ઘૂસાડવા બુટલેગરે અપનાવી નવી તરકીબ, પોલીસની નજરમાંથી બચી ન શક્યો!

અમદાવાદ: રાજ્યમાં દારૂ ઘૂસાડવા બુટલેગરે અપનાવી નવી તરકીબ, પોલીસની નજરમાંથી બચી ન શક્યો!

બુટલેગરની ધરપકડ

Ahmedabad bootlegger: પોલીસે ઝડપેલી ગાડીમાંથી એક લાખની કિંમતનો વિદેશી દારુ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે દારુ સાથે યુગલ પાંડે (Yugal Pande) નામના બુટલેગરની ધરપકડ કરી છે.

અમદાવાદ: હવે બુટલેગરોએ દારૂની હેરાફેરી (Liquor transporting)ની પદ્ધતિ બદલી નાખી છે. પોતાની ગાડીઓનો ઉપયોગ કરવાની જગ્યાએ હવે ગાડી ભાડે રાખી અથવા સેલ્ફ ડ્રાઇવ (Self drive car) માટે રાખી દારૂની હેરાફેરી શરૂ કરી છે. આવો જ એક કીમિયો અપનાવી દારૂ લઈને રાજસ્થાનથી આવનારો એક શખ્સ ઝડપાયો છે. બુટલેગરો ગમે તેવા ગતકડાં કરે પરંતુ પોલીસ (Gujarat police)ની નજરમાંથી બચી શકતા નથી. અસલાલી પોલીસે (Aslali police) ઝડપેલી મોંઘીદાટ ગાડી અન્ય કોઈ ગુનામાં નહિ પરંતુ દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવતી હતી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કાર માલિકને એ વાતની જાણ પણ ન હતી કે તેની ગાડી દારૂની હેરાફેરીમાં વપરાય રહી છે.

પોલીસે ઝડપેલી ગાડીમાંથી એક લાખની કિંમતનો વિદેશી દારુ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે દારુ સાથે યુગલ પાંડે (Yugal Pande) નામના બુટલેગરની ધરપકડ કરી છે. યુગલ પાંડે રાજસ્થાનથી દારુનો જથ્થો લાવીને લાંભા ઈન્દીરાનગરમાં લઈ જવાનો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે તેની ધરપકડ કરી છે. આ ગુનામા દારુ મંગાવનાર અને રાજસ્થાનથી દારૂ મોકલનાર બંને આરોપી ફરાર છે. પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી હોવાનું અસલાલી પીઆઇ બી. ડી. ઝીલરીયાએ જણાવ્યું છે.

આ પણ વાંચો: મોબાઇલ ચાર્જ કરવાના બહાને આરોપી ઘરમાં ઘૂસી ગયો, તરુણી પર આચર્યું દુષ્કર્મ

એક લાખના વિદેશી દારૂ સાથે યુગલ પાંડો ઝડપાયો


એક લાખના વિદેશી દારુ સાથે ઝડપાયેલા આરોપી યુગલ પાંડેની પૂછપરછ કરતા દારુ મંગાવનાર નિશાંત ઉર્ફે ભોલુ શર્મા હોવાનું ખુલ્યું છે. સાથે જ રાજસ્થાનથી દારુ મોકલનાર શ્રવણ ખરાડી કે જે ડુંગરપુરનો છે તે ફરાર છે. જેની પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુગલ પાંડેને દરેક બોટલના વેચાણ પર કમિશન મળતું હતું. તેની ગાડીઓ પર પોલીસની નજર હોવાથી તે ગાડી ભાડે મેળવી એક દિવસના ત્રણ હજાર લેખે બે દિવસ માટે છ હજારના ભાડામાં ગાડી સેલ્ફ ડ્રાઈવ માટે મેળવી હતી.

બુટલેગરોની નવી તરકીબ


કાયદાકીય માહિતીથી જાણકાર થયા બાદ બુટલેગરો દારુની હેરાફેરી માટે પોતાની ગાડીનો ઉપયોગ નથી કરતા. કારણ કે, બુટલેગરની ગાડી કબ્જે લેવાયા બાદ કોર્ટ તેને ઝડપથી છોડતી નથી. આ કારણે બુટલેગરોને આર્થિક માર પડે છે. આ જ કારણે છે કે બુટલેગરો ભાડાની ગાડી કે અન્ય કોઈનું વાહન મેળવીને દારુની હેરાફેરી કરે છે. હવે કાયદાની છટકબારીનો ઉપયોગ કરતા બુટલેગરને રોકવા પોલીસ શું નવી તરકીબ અપનાવે છે તે જોવું અતિ મહત્ત્વનું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bootlegger, અમદાવાદ, દારૂ, પોલીસ