LIVE:આર્મ્સ એક્ટ કેસમાં સલમાન ખાન નિર્દોષ જાહેર

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 11:55 AM IST
LIVE:આર્મ્સ એક્ટ કેસમાં સલમાન ખાન નિર્દોષ જાહેર
જોધપુરઃઆર્મ્સ એક્ટ કેસમાં સલમાન ખાન નિર્દોષ જાહેર થયો છે. જોધપુર સેશન્સ કોર્ટથી મોટી રાહત મળી છે.1998માં ફિલ્મ શુટિંગ દરમિયાન કેસ થયો હતો. સલમાન પર લાયસન્સ વિના હથિયાર રાખવાનો આરોપ પણ હતો 18 વર્ષ બાદ આજે આવેલા ચુકાદામાં તે બંને કેસમાં નિર્દોષ જાહેર થયો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 11:55 AM IST
જોધપુરઃઆર્મ્સ એક્ટ કેસમાં સલમાન ખાન નિર્દોષ જાહેર થયો છે. જોધપુર સેશન્સ કોર્ટથી મોટી રાહત મળી છે.1998માં ફિલ્મ શુટિંગ દરમિયાન કેસ થયો હતો. સલમાન પર લાયસન્સ વિના હથિયાર રાખવાનો આરોપ પણ હતો 18 વર્ષ બાદ આજે આવેલા ચુકાદામાં તે બંને કેસમાં નિર્દોષ જાહેર થયો છે.

salman-khan1

બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાન માટે આજનો દિવસ મહત્વનો છે. આર્મ એક્ટ મામલામાં જોધપુર કોર્ટમાં આજે ચુકાદો સંભળાવ્યો છે. સલમાન પોતાની બહેન અલવીરા સાથે કોર્ટમાં ચુકાદા સમયે હાજર રહયો હતો. લસમાન સામે હરણ શિકાર કરવાનો આરોપ લાગેલ છે. આ મામલામાં આર્મ્સ એક્ટ મુજબ ગેરકાનુની હથિયાર રાખવાનો કેસ પણ છે. આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

શું છે મામલો?

સલમાન પર કાંકણી ગામમાં બે કાળીયાર હરણનો કથિત શિકાર કરવા તેમજ ગેરકાયદે હથિયારનો ઉપયોગ કરવાનો આરોપ લાગતા કેસ ચાલુ છે. જેમાં લાયસન્સની અવધી સમાપ્ત થઇ ચુકી છે. તેમની સામે ઓક્ટોમ્બર 1998માં પોલીસે કેસ નોધ્યો હતો. આ કેસ વન વિભાગે નોધાવ્યો હતો. જો દોષિત જાહેર થશે તો સલમાનને સાત વર્ષની સજા થઇ શકે છે.જો લાઈસન્સ વગરનું હથિયાર રાખવાનો આરોપ સાબિત થશે તો સલમાનને ત્રણ વર્ષની સજા થશે.  જો ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કરવાનો ગુનો સાબિત થશે તો તેને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. જો કે આજે આવેલા ચુકાદામાં જોધપુર સેસન્સ કોર્ટે સલમાનને મોટી રાહત આપી છે. અને બંને કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે.
First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर