Home /News /ahmedabad /અમદાવાદ: બોગસ માર્કશીટના આધારે વિદ્યાર્થીઓને UK મોકલવાના મોટા કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ: બોગસ માર્કશીટના આધારે વિદ્યાર્થીઓને UK મોકલવાના મોટા કૌભાંડનો પર્દાફાશ

ત્રણ આરોપીની ધરપકડ

Bobus Marksheet Scam: માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે.

અમદાવાદ: વિદેશ મોકલવા માર્કશીટમાં ચેડા કરીને ડુપ્લીકેટ માર્કશીટ (Duplicate marksheet) બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. એલિસબ્રિજ પોલીસે (Ellis bridge police) આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરીને ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરી છે. વિદેશ જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓ કેવી રીતે ઠગ ટોળકીનો ભોગ બને છે તે વાત જાણીને પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. બનાવની વધુ વિગત જોઈએ તો 10 રૂપિયામાં જે ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ થાય છે તેના લાખો રૂપિયા લઈને ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપી UK મોકલવાની બોગસ પરમીટ રેડી કરનારને એલિસબ્રિજ પોલીસે ઝડપી પાડ્યા છે.

કેવી રીતે બનાવતા હતા ડુપ્લિકેટ માર્કશીટ


68 માર્કના 86 માર્ક બનાવી ડુપ્લિકેટ માર્કશીટ પર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ ર્ક્યો છે. પોલીસે આરોપી મનીષ ઝવેરી (Manish Zaveri), નીરવ વખરીયા (Nirav Vakharia) અને જીતેન્દ્ર ઠાકોર (Jitendra Thakor)ની ડુપ્લિકેટ માર્કશીટ બનાવીને અનેક વિદ્યાર્થીઓને ગેરકાયદે વિદેશ મોકલવાનું કૌભાંડ આચરવાના ગુનામાં ધરપકડ કરી છે.

પોતાનું કરિયર બનાવવા કોઈ બેરોજગાર પોતાની જીવનભર બચાવેલી મૂડીથી વિદેશ જવા માટે સપના જોતા હોય છે. પંરતુ ક્યારેક શોર્ટ કટ અપનાવવા જતાં ગઠિયાઓના સકંજામાં ફસાતા હોય છે. લોકોના જીવનની આશાઓ સાથે ચેડાં કરતા આ આરોપીનો પર્દાફાશ એલિસબ્રિજ પોલીસે કર્યો છે. આરોપીઓ વિદ્યાર્થીઓની ધોરણ 10, 12 અને કોલેજની માર્કશીટમાં ચેડાં કરી બોગસ માર્કશીટના આધારે UK માં એડમિશન આપીને લાખો રૂપિયા પડાવતા હતા. પોલીસે 31 ડુપ્લિકેટ માર્કશીટ જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરી.


મનીષ ઝવેરી માસ્ટર માઇન્ડ


માર્કશીટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનીષ ઝવેરી છે. મનીષ ઝવેરીએ આંબાવાડીમાં યુનિવર્લ્ડ નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ શરૂ કરી. આ આરોપી ફોરેન સ્ટુડન્ટ એસોસિએશનનો પ્રમુખ છે. વિદેશમાં અભ્યાસ કરવા માટે IELTSની પરીક્ષા આપીને સારા બેન્ડ મેળવવા ફરજિયાત છે. પરંતુ વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ IELTS જો પાસ નથી કરી શકતા તેમની માર્કશીટમાં ચેડા કરીને વિદેશમાં એડમિશન કરાવે છે.


આ રીતે બનાવતો હતો ડુપ્લિકેટ માર્કશીટ


જે વિદ્યાર્થીઓના 12 ધોરણમાં અંગ્રેજીમાં 70થી વધુ માર્ક્સ આવેલા હોય તેમનું UKમાં એડમિશન થઈ જાય છે. જેથી આરોપી અસલી માર્કશીના માર્ક્સમાં ચેડા કરતો હતો. દા.ત. 56 માર્કસના 76 કે 86 કરતો હતો અને માર્કશીટની ઝેરોક્ષ કાઢીને UKની યુનિવર્સિટીમાં એડમિશન માટે મોકલતો હતો. જો વિદ્યાર્થીનું એડમિશનનું નક્કી થઈ જાય તો આરોપી અસલી માર્કશીટમાંથી ગુજરાત એજ્યુકેશન બોર્ડની સાઇનિંગ વાળો સિક્કો કાઢીને ડુપ્લીકેટ માર્કશીટ બનાવીને વિધાર્થીને વિદેશ મોકલતો હતો.
" isDesktop="true" id="1238554" >

કૌભાંડી મનીષ ઝવેરી લોકોને વિદેશ જવાના જાગૃતિના પ્રોગ્રામ પણ કરતો હોવાનું પણ ખુલ્યું છે. હાલમાં માર્કશીટ કૌભાંડમાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. એલિસબ્રિજ પોલીસે આ માર્કશીટ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: UK, Visa, અમદાવાદ, છાત્ર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો