Home /News /ahmedabad /આખરે બોડકદેવ પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું લોકાર્પણ, 5 વર્ષથી ડખે ચઢેલા કામને પૂર્ણ કરવામાં આવ્યું

આખરે બોડકદેવ પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું લોકાર્પણ, 5 વર્ષથી ડખે ચઢેલા કામને પૂર્ણ કરવામાં આવ્યું

બોડકદેવ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

Bodakdev Police Station: અમદાવાદમાં વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ઘણા વર્ષોથી ડખે ચઢેલા બોડકદેવ પોલીસ સ્ટેશનનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હાઈટેક પોલીસ સ્ટેશન એવા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનું દુષણ ડામવા નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ડ્રોન યુનિટ અને સાયબર સેલ બનાવાયું છે. જ્યારે હર્બલ ગાર્ડન પોલીસ સ્ટેશનને નવો લૂક પણ આપે છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ અમદાવાદમાં વધુ એક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ઘણા વર્ષોથી ડખે ચઢેલા બોડકદેવ પોલીસ સ્ટેશનનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હાઈટેક પોલીસ સ્ટેશન એવા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સનું દુષણ ડામવા નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ડ્રોન યુનિટ અને સાયબર સેલ બનાવાયું છે. જ્યારે હર્બલ ગાર્ડન પોલીસ સ્ટેશનને નવો લૂક પણ આપે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડકદેવ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ મંગળવારે કરવામાં આવ્યું હતું. 5 વર્ષથી ડખે ચઢેલા કામને પૂર્ણ કર્યા બાદ સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.

બોડકદેવ પોલીસ સ્ટેશન ઉદઘાટન


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ તેનું ઉદઘાટન કર્યું અને નવા પોલીસ સ્ટેશનને લઈને અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવવાની સાથે પૂજા કરનાર મહારાજને કોઇને પોલીસ સ્ટેશન આવવાની જરૂર ન પડે એવી પ્રાર્થના કરવાનું સીએમએ તેમના આગવા અદાજમાં કહી રમૂજ કરી હતી. આ પોલીસ સ્ટેશન ટેકનોલોજી અને અત્યાધુનિક સાધનોથી સજ્જ હાઈટેક પોલીસ સ્ટેશન છે.. સિન્ધુભવન રોડ પર ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. યુવાપેઢી ડ્રગ્સના રવાડે ચઢી રહી છે. જેથી ડ્રગ્સનું દુષણ દૂર કરવા નવા પોલીસ સ્ટેશનમાં નારકોટિક્સ ટાસ્ક ફોર્સ, ડ્રોન યુનિટ અને સાયબર સેલ યુનિટના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના થરામાં યોજાયા ભરવાડ સમાજના સમૂહ લગ્ન, 3001 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

સોશિયલ મિડીયામાં ચાલતી ટ્રેન્ડિંગ પર ખાસ ધ્યાન


ઉલ્લેખનીય છે કે, આ સાથે જ એક ટીમને અહીં તહેનાત રખાઇ છે. જે સોશિયલ મિડીયામાં ચાલતી ટ્રેન્ડિંગ બાબતો પર ખાસ ધ્યાન રાખશે. કોઇ પણ બાબત કે જે વિવાદ સર્જે તેવો મુદ્દો હોય તો તે આ સોફ્ટવેરમાં સર્ચ કરતા તેમાં રેડ, ગ્રીન અને યલ્લો રંગમાં માહિતી બતાવવામાં આવે છે. જે રેડ મતલબ નકારાત્મક, ગ્રીન  મતલબ પોઝિટિવ અને યલો એટલે નેચરલ સાઇન બતાવવામાં આવે છે. રેડ સિમ્બોલ બતાવતા જ પોલીસ ઝડપથી ત્યાં પહોંચી શકે અને કોઇ ઘટના કે બાબત મોટુ સ્વરૂપ ન ઉભુ કરે તેનું ધ્યાન રાખી શકાશે.

આ પણ વાંચો: તમે બજાર કિંમત કરતાં અડધા ભાવે મળનારી ગાડી લેવાનું વિચારી રહ્યા છો તો પછી...

સિંધુભવન રોડ પર બન્યું બોડકદેવ પોલીસ સ્ટેશન


બોડકદેવ પોલીસ સ્ટેશન સિંધુભવન રોડ પર આવેલા એક પ્લોટમાં બનાવવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનને નવા સ્ટાફની ફાળવણી કરવામાં આવી અને પોલીસ ઇન્સપેક્ટર તરીકે અભિષેક ધવનને મૂકવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના લઈને શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં સોલા સાયન્સ સીટી રોડથી ભાડજ સર્કલ, ભાડજ સર્કલથી બોપલ રિંગ રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે પકવાન ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા અને હેબતપુર ત્રણ રસ્તા સુધીનો હદ વિસ્તાર બોડકદેવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે. આ વિસ્તારો પહેલા વસ્ત્રાપુર અને સોલા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતો હતો.

આ પણ વાંચો: દમણમાં અજાણ્યા વ્યક્તિની હત્યા થઈ હોવાની આશંકા, મૃતકના મોઢાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા

ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ


સિન્ધુભવન રોડ પર કોમર્શિયલ અને રહેણાંક વિસ્તાર આવેલો છે. રોશનીથી જગમગતા આ વિસ્તારમાં ગુનાખોરી અને ખાસ ડ્રગ્સ તથા બાઇક કે કાર સ્ટંટની પ્રવૃત્તિ ડામવા આ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ બની શકશે. આ ઉપરાંત હર્બલ ગાર્ડન પણ પોલીસ સ્ટેશનનું આકર્ષણ બન્યું છે. અમદાવાદમાં શરૂ થયેલા આધુનિક અને હાઈટેક પોલીસ સ્ટેશન ડ્રગ્સના દુષણને અટકાવવા ડ્રોન દ્વારા સતત મોનીટરીંગ તો કરશે પરંતુ નાર્કોટિક્સ ટાસ્ક કીટ દ્વારા ચેકીંગ કરીને ડ્રગ્સ લેનાર યુવકો પર વોચ રાખશે. અમદાવાદમાં વધી રહેલી ગુનાખોરી અટકાવવા આ પોલીસ સ્ટેશન શહેરીજનો માટે સુરક્ષાની ભેટ બની છે. તો સાથે જ આગામી સયમાં અહીં પશ્ચિમ સાયબર ઓફિસ, ક્રાઇમ ડીસીપી પશ્ચિમ ઓફિસ જેવી અનેક કચેરીઓ બનાવવાનું પ્લાનિંગ પણ પોલીસે કર્યું છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad police station, Police station, ગુજરાત

विज्ञापन