Home /News /ahmedabad /

આગ ઓલવવામાં મદદ કરતા રોબોટમાં જ થયો બ્લાસ્ટ, અમદાવાદનો ફાયરમેન ઇજાગ્રસ્ત

આગ ઓલવવામાં મદદ કરતા રોબોટમાં જ થયો બ્લાસ્ટ, અમદાવાદનો ફાયરમેન ઇજાગ્રસ્ત

રોબોટ ફાયર ફાઇટરની પહેલાની તસવીર

Ahmedabad News: મણિનગર ફાયરબ્રિગેડ સ્ટેશનમાં રાખવામાં આવેલા રોબોટમાં બ્લાસ્ટ થતાં ધડાકાભેર અવાજ ગૂંજ્યો હતો. જેથી ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા

    અમદાવાદ: શહેરના મણિનગર ફાયર સ્ટેશનમાં (Ahmedabad Fire Station) ફાયર રોબોટમાં (blast in fire fighter robot) બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી. ફાયર રોબોટમાં બ્લાસ્ટ થતાં એક ફાયરમેન દિપકકુમાર પરમાર ઈજાગ્રસ્ત થયા છે. દીપક પરમાર નામના ફાયરમેન ઈજાગ્રસ્ત થતાં સારવાર થતાં એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રવિવારે સાંજે મણિનગર ફાયરબ્રિગેડ સ્ટેશનમાં રાખવામાં આવેલા રોબોટમાં બ્લાસ્ટ થતાં ધડાકાભેર અવાજ ગૂંજ્યો હતો. જેથી ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયરમેનના હાથમાં બે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, રવિવાર હોવાથી ફાયરના તમામ સાધનોનું ઓપરેશન મેન્ટેનન્સ તપાસવામાં આવી રહ્યુ હતું તે દરમિયાન જ આ ઘટના ઘટી હતી. સાંજે બેટરી ચાર્જમાંથી કાઢવામાં સ્વીચ પાડતાં જ બ્લાસ્ટ થયો હતો. આજે સોમવારે GCRA અને GSPCની ટીમ આવીને ટેક્નિકલ બાબતની તપાસ કરશે.

    બેટરી ચાર્જમાંથી કાઢવામાં સ્વીચ પાડતાં જ બ્લાસ્ટ થયો હતો


    ફાયરમેનને બે ફ્રેક્ચર

    મણિનગર ફાયર સ્ટેશન પર તૈનાત ફાયર ફાઈટર દીપકકુમાર પરમારને મશીનમાં બ્લાસ્ટ થવાને કારણે ઈજાઓ થવાથી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. જેના કારણે તેમના હાથમાં વાગ્યું હતું. પરમારને સાંજે લગભગ 5.45 વાગ્યે એલજી હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેને ડાબા હાથના ભાગે ડબલ ફ્રેક્ચર હોવાનું નિદાન થયુ હતું. આ અંગે એલજી હોસ્પિટલના ડેપ્યુટી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. મહેશ મોડલેએ જણાવ્યું હતું કે, “અગ્નિશામકને રવિવારે સાંજે પંચર ઘા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક્સ-રે રિપોર્ટમાં ડાબા હાથના ભાગે ડબલ ફ્રેક્ચરની પુષ્ટિ થઈ. તે અન્યથા સ્થિર છે, પરંતુ સોમવારે સર્જરી થવાની છે.

    આ પણ વાંચો: ગુજરાતની શાળાઓ રાબેતા મુજબ શરું, ક્યાંક તિલક કરીને તો ક્યાંક ડોરેમોને કર્યું વિદ્યાર્થીઓનું સ્વાગત

    રોબોટ માત્ર 39 દિવસ પહેલા જ આવ્યું હતુ

    ઉલ્લેખનીય છે કે, જે સાધનમાંથી વિસ્ફોટ થયો હતો તે રોબોટિક ફાયર ફાઈટર છે. જે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) દ્વારા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ (AFES) ને તેમના CSR કાર્યક્રમ દ્વારા 4 મેના રોજ દાનમાં આપવામાં આવ્યું હતું. ગુજરાત સીએસઆર ઓથોરિટી દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત શહેર ફાયર સર્વિસને એક-એક રોબોટ આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં આ ઘટના બની કે તરત જ, અધિકારીઓએ વડોદરા અને સુરતમાં તેમના સમકક્ષોને ફોન કરીને દુર્ઘટનાની જાણ કરી કારણ કે તેમની પાસે પણ એક-એક નવું મશીન છે.

    આ પણ વાંચો: બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી, મૃતદેહને કોથળામાં બાંધી ફેંકી દીધો

    મશીનનું ચાર્જિંગ બંધ કર્યા બાદ બ્લાસ્ટ થયો

    મીડિયા દ્વારા મળતી માહિતી પ્રમાણે, અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, લિથિયમ-આયન બેટરીથી ચાલતા રોબોટને ઈલેક્ટ્રીકલ ચાર્જિંગ પર રાખવામાં આવ્યો હતો. જોકે, જ્યારે ફાયર ફાઈટરનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો ત્યારે જ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઈજા થઈ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અકસ્માત, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર