Home /News /ahmedabad /ભરતસિંહ સોલંકી પર કાળો રંગ ફેંકવાનો પ્રયાસ, યુવાનની અટકાયત

ભરતસિંહ સોલંકી પર કાળો રંગ ફેંકવાનો પ્રયાસ, યુવાનની અટકાયત

ભરતસિંહ સોલંકી પર કાળા રંગનું લિક્વીડ નાંખવાનો પ્રયાસ

Gujarat Election news: કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પર એલિસબ્રિજ બેઠકનાં દાવેદાર રશ્મીકાંત સુથારનાં પુત્ર રોમીન સુથારે કાળા રંગનું લિક્વિડ નાંખવાનો પ્રયાસ કર્યો છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદ: રાજ્યમાં ગુજરાત ચૂંટણીની તારીખો સામે આવતાં રાડજકારણમાં ગરમાવો આવ્યો છે. નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ લગાવી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી પર કાળા રંગનું લિક્વીડ નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આ કૃત્ય કરનાર રોમીન સુથારની અટકાયત કરી લેવામાં આવી છે. જોકે, અમારા દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા તેમણે આ વાત માનવાનો ઇન્કાર કરી દીધો હતો.

  આ અંગે મળતી પ્રાથમિત માહિતી પ્રમાણે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પર એલિસબ્રિજ બેઠકનાં દાવેદાર રશ્મીકાંત સુથારનાં પુત્ર રોમીન સુથારે કાળા રંગનું લિક્વિડ નાંખવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ ઘટનાની તરત બાદ જ રોમીનની અટકાયત કરી લેવામાં આવી છે.

  આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારથી પડશે ગાત્રો થીજવતી ઠંડી

  ભાજપ પર આજે રજૂ કર્યું આરોપનામું


  નોંધનીય છે કે, આજે ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકારની નિષ્ફળતાઓને રજુ કરતું તહોમતનામાં અંગે વિશેષ પત્રકાર પરિષદ કરી હતી. આમાં ભ્રષ્ટાચાર સાથે બેરોજગારી અને મોરબીની દુર્ઘટનાનો પણ સમાવેશ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે જણાવ્યું કે, ગુજરાત સરકાર સામે અમે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરી રહ્યા છીએ. 27 વર્ષ થી ભાજપનું શાસન છે એ પહેલા કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રસના શાસનમાં તમામ સરકારી નવી શાળાઓ બનાવી છે. અત્યારની તમામ 1995 સુધીની સરકારી શાળાઓ કોંગ્રેસે બનાવી છે.  તેમણે વધુમાં જણાવ્યુ કે, ભાજપે એક પણ સરકારી શાળા બનાવી નથી. ઉલટાની ભાજપ સરકાર દ્વારા બંધ કરાવાઇ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, તમામ સરકારી દવાખાનાઓ કોંગ્રેસે બનાવ્યા છે. ભાજપ દ્વારા એક પણ સરકારી દવાખાના બનાવાયા નથી. તમામ મેડિકલ કોલેજ પણ કોંગ્રેસ દ્વારા બનાવાઇ છે. ભાજપ દ્વારા બનાવાઇ નથી. જે ફી ભરવી પડે તે કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. 27 વર્ષમાં ભાજપ ગુજરાતને અધોગતિ તરફ લઈ ગયા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन