Home /News /ahmedabad /ગુજરાતમાં ભાજપની સુનામી: વિધાનસભા ચૂંટણીમાં આ કારણોએ અપાવી ભવ્ય જીત

ગુજરાતમાં ભાજપની સુનામી: વિધાનસભા ચૂંટણીમાં આ કારણોએ અપાવી ભવ્ય જીત

ગુજરાતમાં ભાજપની સુનામી

Gujarat Elections Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં ભાજપે પણ પોતાનો રેકોર્ડ બ્રેક બેઠકો મેળવીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે આપને જણાવીશું કે, ભાજપને રેકોર્ડ બ્રેક બેઠકો મેળવવા પાછળ શું કારણ હતું...

વધુ જુઓ ...
  અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આપણી સામે આવી ગયા છે. જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે રેકોર્ડ બ્રેક બેઠકો લેવા આગળ વધી રહી છે. ત્યારે આ અહેવાલમાં આપને જણાવીશું કે, રેકોર્ડ બેઠકો માટે ભાજપને શું ફાયદો થયો અને કોંગ્રેસ-આમ આદમી પાર્ટીને શું નુકશાન ભોગવવું પડ્યું..

  BJP માઇક્રો પ્લાનિંગ અને પેજ પ્રમુખ

  સી આર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બનતા જ તેમણે 2022 ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે પેજ પ્રમુખ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનમાં બુથના પેજ માટે પ્રમુખની નિમણૂંક કરવામાં આવી હતી. આ બાદ, જમીનીસ્તરે આ પેજ પ્રમુખો દ્વારા પ્રચાર અને વોટ શેયર વધારવા ખુબ મહેનત કરવામાં આવી હતી, આ સાથે જ, વડાપ્રધાન મોદી, સી આર પાટીલ સહિતના અનેક હોદેદારો દ્વારા આ પેજ પ્રમુખો સાથે સંવાદ કરવામાં આવતો હતો. આથી, અભિયાનમાં બુથ મેનેજમેન્ટ અને માઇક્રો પ્લાનિંગમાં ખુબ જ મહત્વનો ફાળો મળ્યો છે.

  આ પણ વાંચો: 20 વર્ષથી ઘટતી બેઠકો સામે ભાજપ તેનો ટ્રેન્ડ ચેન્જ કર્યો, જાણો અત્યાર સુધીનો ઇતિહાસ

  AAP: ભાજપને ફાયદો, કોંગ્રેસને નુકસાન

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આથી, 2017ને જેમ કોંગ્રેસ સામે માત્ર ભાજપ જ હતું, પરંતુ આ વખતે AAPએ ચૂંટણી લડવાનો સંકલ્પ લેતા કોંગ્રેસ સામે માત્ર ભાજપ જ નહીં આપ પણ યુદ્ધમાં સામેલ હતું. આથી, કોંગ્રેસના વધુ પ્રમાણમાં વોટ શેર ઓછા કરીને આમ આદમી પાર્ટીએ તે વોટ શેર તેમણે મેળવ્યા હતા. આથી, કોંગ્રેસને ભાજપ કરતા વધુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેની સામે ભાજપને એટલું નુકસાન ભોગવવું પડ્યું નથી. આમ, આમ આદમી પાર્ટી પણ ભાજપને વધુ બેઠકો મળવાનું કારણ બની શકે છે.

  PM મોદી અને શાહ સહિતના નેતાઓનો પ્રચાર

  ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતા જ, ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય નેતાઓનો રાફળો ફાટ્યો હતો. ભાજપે તેમના તમામ નેતાઓને ગુજરાતના ચૂંટણી જંગમાં ઉતારી દીધા હતા. જેમાં, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, PM મોદી, અનિત શાહ, યોગી આદિત્ય નાથ, સ્મૃતિ ઇરાની સહિતના અન્ય ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓને પ્રચારમાં ઉતારી દીધા હતા. આ ઉપરાંત, પ્રચારના છેલ્લા દિવસોમાં વડાપ્રધાન મોદી દ્વારા અમદાવાદમાં 32 કિમીનો રોડ શો પણ કરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાનને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ તમામ પ્રકારના પ્રચારે પણ ભાજપને તેમની રેકોર્ડ બેઠક મેળવવામાં ફાયદો કરાવ્યો છે.

  આ પણ વાંચો: PM મોદીની ભૂપેન્દ્ર-નરેન્દ્ર વાળી વાત સાચી પડી! ગુજરાતમાં લહેરાયો ભગવો, ભાજપની ભવ્ય જીત

  કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નહીં

  છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સત્તા છે, આથી, એટલા વર્ષોથી કોંગ્રેસને સત્તા મળી નથી. જોકે, છેલ્લા, 20 વર્ષથી કોંગ્રેસની બેઠકોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસને તે ફાયદો મળી શક્યો નહીં. આ સાથે જ, કોંગ્રેસ પાસે ખાસ કોઈ મૂદ્દો જોવા મળ્યો નહી, અને તેની સામે કોંગ્રેસ પ્રચારથી પણ દૂર હોય તેવું લાગી રહ્યું હતું. આ સાથે જ, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતમાં જોવા મળ્યા ન હતા. જોકે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, જેને લઈને તેઓ માત્ર એક વખત દક્ષિણ ગુજરાતમાં એક પ્રચાર કરવા પહોંચ્યા હતા. આથી, કોંગ્રેસ ગુજરાતમાં મોટા ચહેરાથી વંચિત જોવા મળી હતી.

  ચહેરાઓ બન્યા

  માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં ભાજપ એટલે ખાસ બે ચહેરાઓ સામે આવે છે, જેમા એક PM મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ... ગુજરાતમાં પણ વડાપ્રધાન મોદી અને અમિત શાહ લગાતાર પ્રચાર કરી રહ્યા હતા. જેને લઈને લોકોમાં ચહેરાને લઈને ભાજપમાં લાગણી બંધાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ સામે, કોંગ્રેસમાંથી કોઈ ખાસ સ્થાનિક ચહેરો સામે આવ્યો ન હતો, જેની સાથે આમ આદમી પાર્ટી પાસે પણ રાષ્ટ્રીય નેતા સિવાયનો કોઈ ખાસ ચહેરો દેખાયો ન હતો. આથી, જ વડાપ્રધાન મોદી અને અમિત શાહ ગુજરાતી હોવાને કારણે લોકોએ ચહેરાને લઈને મતદાન કર્યું હોઈ શકે છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन