Home /News /ahmedabad /Gujarat Elections Result: પાટીલના આ ત્રણ સંકલ્પ, કે જેણે બતાવ્યો ભાજપની જીતનો જાદુ

Gujarat Elections Result: પાટીલના આ ત્રણ સંકલ્પ, કે જેણે બતાવ્યો ભાજપની જીતનો જાદુ

પાટીલના સંકલ્પ થયા સિદ્ધ

Gujarat Elections Result 2022: ભાજપને ભારે બહુમતી સાથે જીત અપાવવા માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખુબ મહેનત કરી હોવાની વાત સામે આવી રહી છે અને તેનું ફળ પણ જોવા મળી રહ્યું છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ સામે આવી રહ્યું છે. જેમાં, ભાજપને ભારે બહુમતી મળતી જોવા મળી રહી છે. તેની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભાજપની ઐતિહાસિક જીત પાછળ કોનો હાથ છે, અને કેવી રીતે તેમણે ભાજપની જીતનો જાદુ બતાવ્યો છે...

  ભાજપને ભારે બહુમતી સાથે જીત અપાવવા માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખુબ મહેનત કરી હોવાની વાત સામે આવી રહી છે અને તેનું ફળ પણ જોવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે, પાટીલે આ ઐતિહાસિક જીત માટે ત્રણ વાત કહી હતી.

  આ પણ વાંચો: 7 ટર્મ બાદ ઝઘડિયાથી છોટુભાઈ વસાવાની હાર, ભાજપે લહેરાવ્યો ભગવો
   સૌથી વધુ વોટ શેર

  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 2017ની ચૂંટણીના પરિણામને જોતા ભાજપના વોટ શેર વધારવા માટે અનેક જમીનીસ્તરે અભિયાનો ચાલું કર્યા હતા. જેમાં, પેજ પ્રમુખ અભિયાન મોખરે સાબિત થયું છે.

  સૌથી વધુ બેઠક

  1995માં કોંગ્રેસના નેતૃત્વમાં માધવસિંહ સોલંકીએ અત્યાર સુધીમાં સૌથી વધુ 149 બેઠક મેળવી હતી. જે બાદ, પાટીલના આ સંકલ્પમાં તેમણે આ વર્ષે 130થી વધુ બેઠક જીતવાનો દાવો પણ ક્યો હતો. જોકે, અત્યાર સુધીના પરિણમમાં જોવા મળી રહ્યુ છે, તે પ્રમાણે ભાજપની 150 અસપાસ બેઠક મળી શકે છે. જણાવી દઈએ કે, 2017ની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા 150 બેઠકોનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, પરંતુ અને આંદોલનોને કારણે તે શક્ય બન્યું ન હતું, જોકે હવે આ સપનુ સાકાર થઈ શકે છે.

  આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપની સુનામી: વિધાનસભા ચૂંટણીમાં આ કારણોએ અપાવી ભવ્ય જીત
   સૌથી વધુ લીડ સાથે જીત

  જણાવી દઈએ કે, 2017માં ગુજરાતમાં સૌથી વધુ CM ભુપેન્દ્ર પટેલને મત સાથે લીડ મળી હતી. જોકે આ વખતે પણ 1 લાખ 91 હજારની લીડ સાથે જીત્યા છે. આમ, તમામ બેઠકોમાં વધુ લીડ મળે તે માટે પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, 2017માં ટોપ 10માં ભાજપના ધારાસભ્યો જ હતા, જેની સામે આ ચૂંટણીમાં પણ ભાજપના ધારાસભ્યો હોય તેવો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.

  આમ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે જમીનીસ્તરે અનેક રીતે મહેનત કરી ભાજપને ઐતિહાસિક જીત અપાવી હોવાની વાત સામે આવી રહી છે. આ ત્રણ સંકલ્પોને કારણે ભાજપને રેકોર્ડબ્રેક જીત મળી છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन