જનતા મૌન પીએમથી કંટાળી હતી,મોદીને કારણે દેશ છલાંગ મારી આગળ વધી રહ્યો છેઃઅમિત શાહ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 2, 2017, 11:29 AM IST

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપના વિજય પર્વમાં આજે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગરીબો માટે સમર્પિત સરકાર છે. દિલ્હીની જનતાએ ભાજપ સરકારના કામ પર મહોર લગાવી છે. એમસીડીમાં જીત બદલ તમામને અભિનંદન. નકારાત્મક રાજનીતી નહી ચાલે. જનતાએ નરેન્દ્ર મોદી પર ભરોસો રાખ્યો છે. મુદ્રા યોજનાથી દેશના પાંચ કરોડ યુવાનોને રોજગારી આપી છે. જીતેલા અને હારેલા ઉમેદવારો વચ્ચે ભેદ નહી. જે હારને ભુલે છે તે પોતાની પ્રગતિ રોકે છે. માત્ર એમસીડી જીતનો આપણો લક્ષ્ય ન હતો. આ સરકાર ગામડાઓ અને ખેડૂતોને સમર્પિત છે.

શાહે વધુમાં મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, જનતા મૌન રહેનાર પીએમથી કંટાળી ગઇ હતી. કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં પહેલા કરતા વધુ મોટી જીત મળી છે. આ જીતથી ભાજપની જવાબદારી વધી છે. દેશની જનતા ઇન્ટરનેટના માધ્યમથી પીએમને સવાલ પુછી જવાબ મેળવી શકે છે.
દેશની જનતા સન્માનથી જીવી શકે તે કામ ભાજપે કર્યું છે. નરેન્દ્ર મોદીને કારણે દેશ છલાંગ મારી આગળ વધી રહ્યો છે. આપણી સરકાર ગરીબોની સરકાર છે.
First published: May 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर