ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક રવિ કિશન કરશે ચૂંટણી સભા

અમરાઈવાડી વિસ્તારમાં ભાજપના ઘણા એવા નેતા છે જે પોતે પણ નોન ગુજરાતી છે, નોન ગુજરાતી મતદારો પર સારું પ્રભુત્વ ધરાવે છે

News18 Gujarati
Updated: October 17, 2019, 10:36 PM IST
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક રવિ કિશન કરશે ચૂંટણી સભા
અમરાઈવાડી વિસ્તારમાં ભાજપના ઘણા એવા નેતા છે જે પોતે પણ નોન ગુજરાતી છે, નોન ગુજરાતી મતદારો પર સારું પ્રભુત્વ ધરાવે છે
News18 Gujarati
Updated: October 17, 2019, 10:36 PM IST
મયુર માંકડીયા, અમદાવાદ: રાજ્યની પેટા ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે ભાજપને સૌથી સલામત અમરાઈવાડી બેઠક પર સ્ટાર પ્રચારક ઉતારવાની ફરજ પડી છે. અમરાઈવાડી સીટ પર પ્રચાર માટે યુપીના સાંસદ અને ભોજપુરી સ્ટાર રવિ કિશનને પ્રચાર અર્થે ગુજરાત બોલાવવામાં આવ્યા છે. અમરાઈવાડી સીટ પર ભાજપે ઉમેદવાર તરીકે જગદીશ પટેલને જાહેર કરતા અનેક સ્થાનિક નેતાઓ નારાજ થયા છે અને જૂથવાદ ચરમસીમા એ પહોંચી ગયો છે ત્યારે આ સીટ પર પ્રચાર માટે અત્યાર સુધી એકપણ મોટા નેતા ફરકયા નહોતા. આ સીટ પર કડવા પાટીદાર અને નોન ગુજરાતી મતદારોનું પ્રભુત્વ છે.

આ વિસ્તારમાં ભાજપના ઘણા એવા નેતા છે જે પોતે પણ નોન ગુજરાતી છે અને નોન ગુજરાતી મતદારો પર સારું પ્રભુત્વ ધરાવે છે. પણ આ પેટા ચૂંટણીમાં કોઈપણ કારણોસર ભાજપના નોન ગુજરાતી નેતા નિષ્ક્રિય રહ્યા છે, અને યોગ્ય પ્રચારમાં જોડાયા નથી આમ તો ભાજપની આ સૌથી સિક્યોર સીટ છે. જો આ મતદારોને લુભાવવામાં ના આવે તો ભાજપને નુકશાન થવાની ભીતિ છે, અને અત્યાર સુધી આ સ્થિતિ રહેતા સમગ્ર મામલે હાઈ કમાન્ડને ધ્યાન દોરવામાં આવ્યું હતું જેને લઈને જ હવે હાઈ કમાન્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, આ બેઠક પર પ્રચાર અર્થે હવે નોન ગુજરાતી સ્ટાર પ્રચારકને મેદાને ઉતારવામાં આવે. તો કદાચ ઇતિહાસની પહેલી ઘટના હશે કે જેમાં ભાજપને પેટા ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકને મેદાને ઉતારવા પડે.

ભાજપમાં નેતાઓ જ ચર્ચા કરી રહ્યા છે કે, અમદાવાદમાં કદાવર નેતાનું જૂથ નિષ્ક્રિય થઈ ગયું છે જેને લઈને જ નોન ગુજરાતી મતદારોના મત ગુમાવવાની ભીતિ રહેલી છે એટલા માટે જ ભોજપુરી સ્ટાર અને યુપીના સાંસદ રવિ કિશનને ચૂંટણી મેદાને ઉતારવાની ફરજ ભાજપને પડી છે.

તો એક બાબત એ પણ છે કે જ્યારથી જગદીશ પટેલનું નામ આ સિક્યોર સીટ પર જાહેર થતા ભાજપના જ અનેક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે પ્રદેશ નેતાઓ નહોતા ઇચ્છતા કે આ સીટ પર જગદીશ પટેલ ચૂંટણી પડે પરંતુ હાઈ કમાન્ડના નિર્ણયના કારણે પ્રદેશ નેતાગીરીને આ વાત સ્વીકારવી પડી છે અને એટલા માટે જ કેટલાક નેતાઓ જૂથવાદ કરી રહ્યા છે અને નિષ્ક્રિય થઈ ગયા છે પરંતુ હાઈ કમાંડે આ સીટ પર ગત વખત કરતા પણ વધારે લીડથી જીત મેળવવામાં તમામ સોગંઠા ગોઠવી લીધા છે. આવતીકાલે રવિ કિશન અમરાઈવાડી વિધાનસભા માટે સાંજે 7.30 વાગે સભા ગજવશે.
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...