સપાના ગઢમાં શું મુલાયમનો ચક્રવ્યૂહ ભેદી શકશે ભાજપ?

Haresh Suthar | News18 Gujarati
Updated: January 19, 2017, 9:18 AM IST
સપાના ગઢમાં શું મુલાયમનો ચક્રવ્યૂહ ભેદી શકશે ભાજપ?
17મી વિધાનસભાની ચૂંટણીની ભાજપ માટે આસાન નથી. ઉત્તરપ્રદેશ ચૂંટણી જંગની વાત કરીએ તો ભાજપ માટે આબરૂ અને જીત બંને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રહેશે. પરંતુ આ એટલું આસાન નથી દેખાતું. કારણ કે સપા આ વખતે ટક્કર આપવા માટે ચૂંટણી જંગમાં ભાજપને માત આપવા માટે ગઠબંધન જેવા તીર જમા કરવામાં એક થયા છે. ત્રીજા ચરણના 12 જિલ્લામાં ભાજપ સતત માર ખાઇ રહ્યું છે. એટલે સુધી કે લખનૌમાં પણ પાર્ટી 2012માં માત્ર એક બેઠક જ બચાવવામાં એ સફળ થઇ હતી. તો 12માંથી માત્ર ત્રણ જિલ્લામાં ભાજપ પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 19, 2017, 9:18 AM IST
નવી દિલ્હી #17મી વિધાનસભાની ચૂંટણીની ભાજપ માટે આસાન નથી. ઉત્તરપ્રદેશ ચૂંટણી જંગની વાત કરીએ તો ભાજપ માટે આબરૂ અને જીત બંને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રહેશે. પરંતુ આ એટલું આસાન નથી દેખાતું. કારણ કે સપા આ વખતે ટક્કર આપવા માટે ચૂંટણી જંગમાં ભાજપને માત આપવા માટે ગઠબંધન જેવા તીર જમા કરવામાં એક થયા છે. ત્રીજા ચરણના 12 જિલ્લામાં ભાજપ સતત માર ખાઇ રહ્યું છે. એટલે સુધી કે લખનૌમાં પણ પાર્ટી 2012માં માત્ર એક બેઠક જ બચાવવામાં એ સફળ થઇ હતી. તો 12માંથી માત્ર ત્રણ જિલ્લામાં ભાજપ પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.

લખનૌ, મૈનપુરી, ઇટાવા અને કન્નૌજ એટલી હદ સુધી સપાનો ગઢ બની ગયો એ ભાજપ તો શું બસપા પણ અનુમાન લગાવી શક્યું નથી, એટલું જ નહીં 69 વિધાનસભા બેઠકોવાળા 12 જિલ્લામાં કેટલાક જિલ્લા એવા પણ છે કે જ્યાં સપાએ 2012ની ટૂંટણીમાં 70થી 90 ટકા સુધી જીત મેળવી હતી. અટલજીના લખનૌમાં પણ સપા અંદર સુધી ઘુસી ગયા હતા. નવમાંથી સાત બેઠકો સપાના ફાળે આવી હતી. એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઇ હતી તો ભાજપને માત્ર એક જ બેઠક મળી હતી.

મૈનપુરીની ચારમાંથી ચાર, ઇટાવાની ત્રણમાંથી ત્રણ અને કન્નૌજની તમામ બેઠકો સપાએ જ જીતી હતી. 12માંથી નવ જિલ્લા એવા પણ છે કે જ્યાં સપાએ ભાજપને ખાતું પણ ખોલવા દીધું ન હતું. હરદોઇની આઠમાંથી છ બેઠકો સપા તો બે બસપાને મળી હતી. ઉન્નાવમાં છમાંથી પાંચ સપાને તો એક બસપાને મળી હતી. સીતાપુરમાં પણ નવમાંથી સાત સપાને અને બે બસપાને મળી હતી.
First published: January 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर