Home /News /ahmedabad /

કેવું હોય છે ભાજપનું માઇક્રો પ્લાનિંગ? છેક નીચે સુધી ગોઠવાયેલી છે કાર્યકરોની ફોજ

કેવું હોય છે ભાજપનું માઇક્રો પ્લાનિંગ? છેક નીચે સુધી ગોઠવાયેલી છે કાર્યકરોની ફોજ

કેવું હોય છે ભાજપનું માઇક્રો પ્લાનિંગ?

BJP micro planning: ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે માઈક્રો પ્લાનિંગ માટે જાણીતી છે. આવી જ રીતે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા  માઈક્રો પ્લાનિંગ ગોઠવી દેવામાં આવ્યું છે.

અમદાવાદ:  આગામી વિધાનસભાની ચૂંટણી (upcoming Gujarat assembly elections)ને લઇને ભાજપ (Bharatiya Janata Party) સહિતની રાજકીય પાર્ટીઓ રણનીતિ ઘડવામાં લાગી ગઇ છે. દર વખતની જેમ ભાજપમાં માઈક્રો પ્લાનિંગ (micro planning) ચાલી રહ્યું છે. પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડળ વગેરે ભાજપના માઇક્રો પ્લાનિંગના ખાસ ઘટકો છે. કાર્યકરોની ફોજ એ મતદાર સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા ગોઠવામાં આવી રહી છે.

ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે માઈક્રો પ્લાનિંગ માટે જાણીતી છે. આવી જ રીતે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા  માઈક્રો પ્લાનિંગ ગોઠવી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડળ સુધી પોતાના કાર્યકરોની ફોજ તૈયાર કરી દીધી છે.

ભાજપ દ્વારા પેજ પ્રમુખની વ્યવસ્થા, સોસાયટીના પ્રમુખો, મંડળ, ગણપતિ મંડળ, નાનીમોટી સામાજિક સંસ્થા, સત્સંગ મંડળની બહેનો, સખી મંડળ અને નાના મોટા એસોસિયેશનના આધારે મતદાન વધારવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ વિધાસભાઓમાં પ્રથમિક સભ્ય, સક્રિય સભ્ય, પેજ પ્રમુખ, બુથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર અને મંડલ સુધીની વ્યવસ્થા કરી ભાજપ તરફી મતદાનની ટકાવારી વધારવાનું પ્લાનિંગ પણ કરવામાં આવે છે.

ખાસ કરીને ભાજપના બુથ ઇન્ચાર્જ બેઠક લેવા જાય ત્યારે  ચાર-પાંચ બાબતની ચકાસણી કરતા હોય છે. એક બૂથના એજન્ટ માટેની બધી પ્રકિયા નામ ફોટા સાથે આવી ગઈ છે કે નહીં? શક્તિ કેન્દ્ર સુધી આપણે મતદાન યાદી આપી દીધી છે કે નહીં? બૂથમાં પણ મતદાન યાદી આવી ગઈ છે કે નહીં? ચાર-પાંચ વખત દરેક ઘરનો સંપર્ક થઈ ગયો છે કે નહીં? સાથે જ બુથોમાં મતદાનનો ક્રમ ગોઠવી વધુને વધુ મતદાન એટલે કે, 100 ટકા મતદાન કેવી રીતે થાય, તેની ચર્ચા બુથ સમિતિમાં કરવામાં આવે છે.

બુથ સમિતિમાં નિશ્ચિત ઘરોની જવાબદારી આપી દેવામાં આવે છે. ચૂંટણીમાં લીડ સાથે જીત મેળવા પ્રદેશ ભાજપ ઘર ઘર સંપર્ક, ખાટલા બેઠક, ગ્રુપ બેઠક, સમાજની બેઠક, સમાજના સંમેલન, રેલી અને સભાઓ કરી જનતાને મત આપવા અપીલ કરી છે. સાથે જ હવે માઈક્રો પ્લાનિંગ સાથે મતદારોને બુથ સુધી પહોંચાડવા પણ આયોજન કરવામાં આવે છે.

પેજ પ્રમુખથી લઈ મંડળ પ્રમુખ સુધીની ભાજપની વ્યવસ્થા

- 30 પ્રાથમિક સભ્ય પર 1 સક્રિય સભ્ય
- 30 મતદારો પર 1 પેજ પ્રમુખ
- 35થી 40 પેજ પ્રમુખ પર એક બુથ પ્રમુખ
- 4થી 5 બુથ પર એક શકિત કેન્દ્ર પ્રમુખ
- 15થી 20 શક્તિ કેન્દ્ર પર એક મંડળ પ્રમુખ
- પ્રદેશ ભાજપના જુદા જુદા સાત મોર્ચા
- એક વિધાનસભામાં 3થી 5 મંડલ પ્રમુખ

વર્તમાનમાં ભાજપના કેટલા સભ્યો

- 1 કરોડ 14 લાખ  પ્રાથમિક સભ્યો
- 60 લાખ સભ્યો
- 13 લાખ પેજ પ્રમુખ
- 1 લાખ 29 હજાર સક્રિય સભ્યો
Published by:Azhar Patangwala
First published:

Tags: Assembly Election, BJP Guajrat, Gujarat Assembly Elections 2022, Gujarat News, Politics News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन