Home /News /ahmedabad /

Gujarat Assembly Election: કમલમમાં યોજાયેલી બેઠકમાં નેતાઓને હોમવર્ક આપવામાં આવ્યું

Gujarat Assembly Election: કમલમમાં યોજાયેલી બેઠકમાં નેતાઓને હોમવર્ક આપવામાં આવ્યું

ભાજપે નબળા બુથના તારણો શોધવાનું નેતાઓને લેશન આપ્યું છે.

ભાજપે નબળા બુથના તારણો શોધવાનું નેતાઓને લેશન આપ્યું છે. ત્રણ ચૂંટણીમાં પ્લસ માઇનસ થેયલા બુથના ડેટા પ્રત્યેક નેતાને આપીને તારણ શોધવા જણાવ્યું છે. ઓછા માર્જિન વાળા બુથમાં પ્રવાસ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે ત્યારે ભાજપ (BJP) ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે વિજય મેળવવા કમરકસી લીધી છે. અને માઈક્રો લેવલનું પ્લાનિંગ કરવા માટે બુથ સશક્તિકરણ માટેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બી. જય પાંડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. અને બુથ સશક્તિકરણ માટે નેતાઓને ખાસ પ્રકારનું લેશન સોંપવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કવાયત શરૂ કરી દેવાઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ બુથ સ્તરે રણનીતિ ઘડવા સૂચના આપી હતી. જેના ભાગરૂપે કમલમ ખાતે નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અને પક્ષના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બીજય પાંડાની હાજરીમાં યોજાયેલ બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

આ પણ વાંચો- ભારતીય ચૂંટણી પંચે જાહેર કરી રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ

ભાજપે નબળા બુથના તારણો શોધવાનું નેતાઓને લેશન આપ્યું છે. ત્રણ ચૂંટણીમાં પ્લસ માઇનસ થેયલા બુથના ડેટા પ્રત્યેક નેતાને આપીને તારણ શોધવા જણાવ્યું છે. ઓછા માર્જિન વાળા બુથમાં પ્રવાસ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ઓછા માર્જિન પ્લસ થાય તેવા પ્રયત્નો કરવા માર્ગદર્શન બેઠકમાં આપવામાં આવ્યું છે. સાથે જ ટીમ વર્ક બનાવીને માઇન્સ બુથ પલ્સ કરવાનું પ્લાનિંગ કરાયું છે. ટીમમાં યુવાનો, મહિલાઓ અને સક્રિય કાર્યકર તેમજ પ્રાથમિક સભ્ય ટીમ બનાવનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રત્યેક MLA અને MPને 25-25 માઇન્સ બુથમાં કામગિરી સોપાવાની રણનીતિ ઘડવામાં આવી છે.

આ પણ વાંચો- ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી કચ્છ ભણાવી રહ્યું છે કોમી એકતાના પાઠ

માઇન્સ બુથમાં પોસ્ટર લગાવીને પ્રચાર પ્રસાર વધારવા અંગેની રણનીતિ ઘડવામાં આવી છે. એટલું જ નહીં બુથમાં સરકારના કામો માહિતગાર કરવા કામગીરી સોપાઈ છે. મહત્વનુ છે કે વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ કોઈપણ પ્રકારની કચાશ છોડવા માંગતો નથી. અને એટલે જ રોજે રોજ ચૂંટણીના પ્લાનિગને લઈને ભાજપના કાર્યાલય કમલમ પર તૈયારીઓનો ધમધમાટ જોવા મળતો હોય છે.
Published by:rakesh parmar
First published:

Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Elections 2022

આગામી સમાચાર