Home /News /ahmedabad /પૂર્વ CM રૂપાણીને મોટી જવાબદારી, પંજાબ-ચંડીગઢના પ્રભારી બનાવાયા

પૂર્વ CM રૂપાણીને મોટી જવાબદારી, પંજાબ-ચંડીગઢના પ્રભારી બનાવાયા

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી

આગામી 2024 વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ ભાજપ હાઇકમાન્ડે શરૂ કરી દીધી છે. વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે.

  અમદાવાદ: આગામી 2024 વિધાનસભાની ચૂંટણી તૈયારીઓ ભાજપ હાઇકમાન્ડે શરૂ કરી દીધી છે. વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હાઇકમાન્ડે મોટી જવાબદારી આપી છે. રૂપાણીને પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિજય રૂપાણીને સંગઠનનો બહોળો અનુભવ છે, ત્યારે પાર્ટી તેમના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરવામાં માગે છે.

  ભાજપ દ્વારા રાજ્યોના નવા પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. જે અનુસાર, પશ્ચિમ બંગાળના મંગલ પાંડે, હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ, બિહાર પ્રભારી વિનોદ તાવડેને પ્રભારી, ઓમ માથુર છત્તીસગઢના પ્રભારી, ઝારખંડના લક્ષ્મીકાંત બાજપેઈ, કેરલના પ્રકાશ જાવડેકર, મધ્યપ્રદેશના મુરલીધર રાવ, પંજાબના વિજય રુપાણી, તેલંગણાના તરુણ ચુગ, રાજસ્થાનના અરુણ સિંહ, ત્રિપુરાના મહેશ શર્માને પ્રભારી બનાવાયા છે. જ્યારે સમગ્ર ઉત્તર પૂર્વ રાજ્યોના સંયોજક સંબિત પાત્રાને બનાવ્યા છે.


  આ પણ વાંચો: કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ ચૂંટણી નહીં લડે

  ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિજય રૂપાણી સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા, ત્યારે તેમણે ગુજરાતમાં ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. અમે કોઇ પદ માટે કામ કરતા નથી. કોઇ ટિકિટો માટે કામ કરતા નથી. પાર્ટી જે કંઇ કામ સોંપે છે, એ હંમેશા અમે કરતા આવ્યા છીએ. ચૂંટણી લડવાનું કહે તો લડીએ, ચૂંટણી ન લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat BJP, Vijay Ruapni

  विज्ञापन
  विज्ञापन