વડાપ્રધાન મોદી સાથે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆરે મુલાકાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સી.આર. પાટીલની વડાપ્રધાન મોદી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહની મુલાકાત એ માત્ર શુભેચ્છા મુલાકાત નથી પરંતુ સરકાર અને સંગઠનમાં આવનારા સંભવિત પરિવર્તન માટેની મુલાકાત છે.
સી આર પાટીલે (CR Patil) સંગઠનમાં પદભાર સંભાળી લીધો છે ત્યારે હવે ભાજપ સંગઠનમાં (bJP Gujarat) મોટા ફેરફાર થશે .જેના સંકેત સી આર પાટીલે આપી દીધા છે. કેટલાક નેતા ને પડતા મુકાશે તો કેટલાક નેતાઓને રિપીટ કરવાના આવી શકે છે. સંગઠન સહ રચનાની કામગીરી હવે પુર જોશમાં ચાલશે.એવા સંકેત મળી રહ્યા છે.પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત તો થઈ ગઈ છે પણ જીતુ વાઘણીએ ચાર્જ સાંભળ્યો ત્યારથી અન્ય હોદ્દેદારો બદલાયા નહોતા અને એ નેતાઓ પણ એડહોક તરીકે ફરજ બજાવી રહ્યા છે. સંગઠનમાં ફેરફાર એ વ્યવસ્થાનો ભાગ છે અને જરૂરિયાત મુજબ ફેરફાર થશે .
એ વાતને સંકેત પણ પાટીલે આપી દીધા છે જે હાલમાં સંગઠનમાં જે નેતાઓ હોદ્દા પર છે જેમાં 4 મહામંત્રી 9 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષો છે તે પૈકીના ઘણાને રિપીટ કરવામાં આવશે તો કેટલાકને પડતા મુકવામાં આવી શકે છે સુત્રોની જો વાત માનીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ના નેતાઓને વધારે સ્થાન આપવાના આવશે કારણ કે આ બંને વિસ્તારમાં ભાજપની પકડ સારી ના કહી શકાય તેવી છે.
તો બીજી તરફ જે નેતાઓને હોદ્દા પરથી હટાવવામાં આવશે તેમને અન્ય જગ્યા પર સ્થાન આપવામાં આવશે તેવો સ્પષ્ટ મત સી આર પાટીલ વ્યક્ત કરી ચુક્યા છે તો સી આર પાટીલ અધ્યક્ષ બન્યા બાદ મોદી-શાહ અને જે પી નડડા સાથે મુલાકાત કરી ચુક્યા છે.
આમ તો તેમની મુલાકાત શુભેચ્છા મુલાકાત માનવામાં આવી રહી છે પણ સૂત્રો કહી રહ્યા છે કે આ માત્ર શુભેચ્છા મુલાકાત નહીં પરંતુ હાઈ કમાન્ડ સાથે સંગઠન ફેરફાર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ભાજપ સરકાર અને સંગઠનમાં આવનાર બદલાવ અંગે ચર્ચા કરવામાં આવી છે.
જો પ્રદેશ ભાજપના મહામંત્રી ની વાત કરવામાં આવે તો,સહ સંગઠન મહામંત્રી ભુખુભાઈ દલસાણીયા ઉપરાંત પ્રદેશ ભાજપનાં ચાર મહામંત્રીઓને પણ બદલવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં ભરતસિંહ પરમાર, મનસુખ માંડવિયા, કે સી પટેલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ છે. તેમના બદલે સૌરાષ્ટ્માંથી ગોરધન ઝડફિયા,ઉતર ગુજરાત માંથી રજની પટેલ,મધ્ય ગુજરાત માંથી ભાર્ગવ ભટ્ટ,ભરત પંડ્યા ,પ્રદીપસિંહ વાઘેલા, અમિત ઠાકર તો દક્ષિણ ગુજરાત માંથી પૂર્ણેશ મોદીનું નામ અગ્રેસર ચાલી રહ્યું છે.
વર્તમાન સમયમાં પ્રદેશ ભાજપનાં જો મુખ્ય હોદેદારોની વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ ઉપરાંત 8 પ્રદેશ ઉપપ્રમુખ, 4 પ્રદેશ મહામંત્રી અને 9 પ્રદેશ મંત્રી,1 સ્ટેટ કોર્ડીનેટર ઇન્ચાર્જ,1 પ્રદેશ પ્રવક્તા,1 પ્રદેશ કોષધ્યક્ષ અને 1પ્રદેશ કાર્યાલય મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહશે કે આગામી 3 વર્ષે માટે ટીમ સી આર પાટીલની પ્રદેશ ટીમમાં કેટલા નવા ચહેરા અને કેટલા જૂના ચહેરાનો સમાવેશ થાય છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર