Home /News /ahmedabad /

Gujarat Assembly elections 2022: ભાજપે ચિંતન બેઠકમાં શું પ્લાન ઘડ્યો? 2022 વિધાનસભા સાથે 2024 લોકસભા જીતવાનો રોડમેપ તૈયાર

Gujarat Assembly elections 2022: ભાજપે ચિંતન બેઠકમાં શું પ્લાન ઘડ્યો? 2022 વિધાનસભા સાથે 2024 લોકસભા જીતવાનો રોડમેપ તૈયાર

BJP Chintan Betahk : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની ચિંતન બેઠક

Gujarat Assembly elections 2022: અમદાવાદ (Ahmedabad)ના કેન્સવિલેમાં બે દિવસીય ચિંતન શિબીરમાં ( BJP Chintan Shibir) ગુજરાત ભાજપે ઘડી નાખી રણનીતિ, રાજકીય માહોલ સાથે સંગઠનની સ્થિતિ સહિત અનેક મુદ્દે માઇક્રો પ્લાનિંગ અને એનાલિસીસ થયું

વધુ જુઓ ...


    Gujarat Assembly elections 2022: રાજ્યમાં એક તરફ વહેલી વિધાનસભા 2022ની ચૂંટણીઓની અફવાઓ (Gujarat Assembly elections) પર પૂર્ણ વિરામ લાગ્યું છે ત્યારે બીજી બાજુ સત્તાધારી ભાજપ (BJP Gujarat) એક્શન મોડમાં આવી ગયો છે. ભારતીય જનતા પક્ષ દ્વારા છેલ્લા બે દિવસથી આગામી વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષમાં ચિંતન શિબીરનું (BJP Chintan Shibir) આયોજન કરવામાં આવ્યુ હતું. સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સરકારના મંત્રીઓ સાથે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહની (Amit shah) ઉપસ્થિતિમાં ભાજપ ચિંતિન શિબીર કરી લીધી. રાજકીય માહોલની ગરમી વાતાવરણની ગરમી સાથે સાથે રાજ્યમાં પારો ચઢાવી રહી છે ત્યારે ભાજપે તો 2022ની ચૂંટણી જીતવાનો રોડમેપ તૈયાર કરી લીધો છે.

    એટલું જ નહીં ભાજપ આ પ્લાનિંગના આધારે 2022ની જીતના દાવા સાથે વર્ષ 2024માં લોકસભાની (LokSabha Elections 2024) ચૂંટણીમાં પણ ભગવો લહેરાવી દેવા માટે તૈયાર થાય તેવી કવાયત કરાઈ છે.

    આજે ચિંચન બેઠકના બીજા દિવસે તમામ 182 બેઠક જીતવાની રણનીતિ અને સંભવિત વ્યૂહ પર ચર્ચા થઈ. આ જીતની સાથે સાથે સંગઠનના જોરે વર્ષ 2024માં કેન્દ્રમાં પીએમ મોદીના નેતૃત્વમાં 'તીસરી બાર મોદી સરકાર'નો સંકલ્પ કરી લેવામાં આવ્યો છે.

    2024ના વિજયનો પાયો નાખવા મનોમંથન

    આ બેઠક અંગે પત્રકારોને માહિતી આપતા ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું, '2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતનો પાયો નાખવા માટે આ બેઠકમાં બે દિવસ મનોમંથન થયું. ' બે દિવસીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં માઇક્રો પ્લાનિંગ થયું.

    આ પણ વાંચો : પાટીદાર અનામત આંદોલન વખતના ગુનાનો મામલો, હાર્દિક પટેલ સહિત 21ને મળ્યા જામીન

    'અમારા કાર્યકરોની તાકાતે ઉતરીએ છીએ'

    વાઘેલાએ ઉમેર્યુ કે અમે, 'મેદાનમાં અન્ય પાર્ટીઓને જોઈને નહીં પરંતુ અમારા કાર્યકરોની તાકાત પર મેદાનમાં ઉતરીએ છીએ.' આગામી દિવસોમાં કારોબારી બેઠક મળશે અને ત્યારબાદ જવાબદારીઓ સોંપવામાં આવશે.

    તમામ મોરચાને જવાબદારી થશે

    ભાજપ 2022માં વિધાનસભા ચૂંટણી જીતવા માટે આદિવાસી અને અનુસૂચિત જાતિ ધરાવતી બેઠકો જીતવા માટે ખાસ તૈયારી કરશે. નાની જ્ઞાતીઓના આગેવાનો સાથે બેઠક અને સંમેલનો કરાશે. ભાજપ લોકપ્રિય ચહેરા તરીકે વડાપ્રધાન મોદીનો ઉપયોગ કરશે.



    મહિલા યુવાનોને જોડવા માટે કવાયત

    આગામી દિવસોમાં તમામ મોરચાના કાર્યકરોને જવાબદારીઓ સોંપવામાં આવશે. આ ઉપરાંત યુવાનો અને મહિલાઓને જોડવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. આવી રીતે ભાજપ છેક સુધી વિસ્તારવાનું આયોજન કરી રહ્યો છે.

    આ પણ વાંચો : Monsoon 2022: ખેડૂતો માટે ખુશખબર! આંદમાન-નિકોબાર પહોંચ્યું ચોમાસું, જાણો ક્યારે પહોંચશે ગુજરાત

    ઝોન મુજબ પીએમ મોદીના પ્રવાસો

    આગામી દિવસોમાં પીએમ મોદી લોકપ્રિય ચહેરા તરીકે રાજ્યના ઝોન મુજબના વિસ્તારોમાં સભાઓ ગજવશે. ભાજપ પીએમ મોદીના ચહેરાને આગળ રાખી જીતતો આવ્યો છે અને આ ચૂંટણીમાં આ વ્યૂહ આગળ પડતો રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: BJP Guajrat, Gujarat Assembly Elections, Gujarat assembly elections 2022, ગુજરાતી સમાચાર

    આગામી સમાચાર