Home /News /ahmedabad /

Gujarat Assembly Elections 2022: ભાજપની વિધાનસભા સાથે લોકસભાની ચૂંટણી જીતવાની કવાયત, આ 5 મુદ્દે થયું મનોમંથન,સંપૂર્ણ અહેવાલ

Gujarat Assembly Elections 2022: ભાજપની વિધાનસભા સાથે લોકસભાની ચૂંટણી જીતવાની કવાયત, આ 5 મુદ્દે થયું મનોમંથન,સંપૂર્ણ અહેવાલ

BJP Chintan Bethak : ભાજપની બે દિવસીય ચિંતન બેઠક સમાપ્ત, જાણો ક્યા ક્યા મુદ્દે થઈ ચર્ચાઓ

Gujarat Assembly Elections : આ બે દિવસીય ચિંતન બેઠકમાં (BJP Chintan Bethak) પાંચ મુદા પર ચર્ચા થઈ, બે દિવસીય ભાજપની બેઠકનો સંપૂર્ણ અહેવાલ, જાણો ઈનસાઈડ સ્ટોરી

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) જીલ્લાના બાવળા (Bavala) તાલુકાના કેન્સવિલે (Kensville)  ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલની અધ્યક્ષતામાં (BJP Gujarat)  તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah)  , કેન્દ્રીયમંત્રી અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, ગુજરાત રાજ્યના સહ પ્રભારી સુધીર ગુપ્તા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (Bhupendra Patel)ની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન બેઠક (BJP Chintan Bethak)  યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણીને હવે 150 દિવસ બાકી છે ત્યારે રોડમેપ નક્કી કરવા વિવિધ વિષયો સાથે બે દિવસ ચર્ચા અને ચિંતન કરવામાં આવેલ. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ (Amit shah) અને રાષ્ટ્રીય નેતૃત્વ પૂર્ણ બે દિવસ હાજરી આપીને માર્ગદર્શન કર્યુ હતું.

પ્રદેશ ભાજપનું શીર્ષસ્થ નેતૃત્વ પણ ઉપસ્થિત રહીને આગામી પાંચ મહિનાની રણનીતિ અને આયોજન હાથ ધરવા આ ચિંતન બેઠકમાં વિવિધ વિષયો પર વિચારો વ્યક્ત કરાઈ હતી .તે સાથે જ આ ચિંતન બેઠકમાં વિવિધ વિષયોની ચર્ચાઓ મુક્ત રીતે કરવામાં આવેલ જેમાં કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વ દ્વારા અપેક્ષિત પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભાજપ 1990થી સતત વિજય થયેલ છે

ભાજપ 1990થી સતત વિજય થયેલ છે જે વિજયને પ્રચંડ રીતે આગળ લઈ જવાની આ ચૂંટણી છે. સર્વસ્પર્શીય, સર્વસમાવેશક, ગુજરાતનો વિકાસ વડાપ્રધાનનરેન્દ્ર મોદીજીની 2001 થી 2014 ની ગુજરાતની વિકાસયાત્રાના કારણે દેશમાં 2014 માં ભાજપની દેશમાં સરકાર બની. ભાજપાની વિચારધારા, રાષ્ટ્રીય સુરક્ષા વિકાસની પ્રયોગશાળા ગુજરાતમાં હવે પ્રચંડ વિજય એજ લક્ષ્ય છે.

2024ની લોકસભાના પાયા સમાન રહેશે

ભાજપા પાસે બહુ મોટી સંભાવનાઓ રહેલી છે. ભાજપાએ અને કાર્યકર્તાઓએ યોગ્ય આયોજન સાથે  તે કરવાનું છે.  લક્ષ્ય 2024ના પ્રચંડ વિજય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી ત્રીજીવાર દેશનાં વડાપ્રધાન બનાવવા ગુજરાતમાં અપ્રચંડ વિજય 2024ની લોકસભાના પાયા સમાન રહેશે.

ગુજરાત ભાજપ સંગઠને સમગ્ર દેશમાં નવી પ્રણાલીઓ બનાવેલ છે પરંપરા અને કાર્ય સંસ્કૃતિ જાળવેલ છે. દેશના રાજનીતિક માનચિત્ર પરથી કોંગ્રેસ ખતમ થઇ ગયેલ છે. સોશીયો પોલિટિકલ ન્યુસન્સ ધરાવતા લોકો ગુજરાતને નુકસાન ન કરે તે પણ  ધ્યાન રાખવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014થી આગવું ભારત બનાવવાનું કાર્ય હાથ ધરેલ છે અને અનેક મુદ્દાઓ માં સફળતા મેળવેલ છે.

દેશ હવે નવા વિચાર તરફ આગળ વધી રહ્યો છે જેને ગુજરાત પણ બળ અને વેગ આપશે. પેજ સમિતિનો સંગઠન યોગ્ય ઉપયોગ કરે. નેતૃત્વની લોકપ્રિયતા છે વિકાસને વેગ આપ્યો છે ત્યારે આપણા સૌની મહેનત પ્રચંડ વિજય અપાવશે.

આ પણ વાંચો :  Gujarat Assembly elections 2022: ભાજપે ચિંતન બેઠકમાં શું પ્લાન ઘડ્યો? 2022 વિધાનસભા સાથે 2024 લોકસભા જીતવાનો રોડમેપ તૈયાર

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું, ભાજપની ચિંતન બેઠક - અભ્યાસ વર્ગ થયો જેમાં પૂર્ણ સમયે ચૂંટણીલક્ષી ચિંતા કરવામાં આવી. અમિત શાહ  અધ્યક્ષ સ્થાને સરકાર અને સંગઠનાત્મક કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ચૂંટણી તૈયારી સામેના પડકારો અને પ્રચંડ બહુમતિ સાથે જીતવી તે જ મુખ્ય વિષય રહ્યો.

2022 ની ચૂંટણી જય-પરાજય માટેની નથી.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 1990થી ભાજપ માટે વિપરીત અને કઠિન પરિસ્થિતિઓમાં પણ ભાજપે અસંભવ લાગતાં પરિણામો મેળવ્યા છે. 2022 ની ચૂંટણી જય-પરાજય માટેની નથી. આ ચૂંટણી જો કોઈ અન્ય રાજ્યની હોય તો તે રાજ્ય પુરતી રહે પરંતુ ગુજરાતની ચૂંટણી વિચારધારા સાથે જોડાઈ જાય છે.

1985માં બે જ સીટો હતી તો 1997માં અમદાવાદ કોર્પોરેશનથી જીત ની શરૂઆત થઈ અને કાર્યકર્તાઓ નિરાશામાંથી બહાર આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ ત્યારથી ગુજરાતને સતત મળતું આવ્યું છે, ગુજરાતની આગામી વિધાનસભા - 2022 ની ચૂંટણીનો કાર્યકર્તાઓની મહેનતનો  ભવ્યાતી ભવ્ય વિજય દેશની લોકસભાની ચુંટણી- 2024ની ચૂંટણીનો પાયો છે.

પ્રદેશનાં મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તથા રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે,આ ચિંતન બેઠકમાં  આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચિંતન મનન કરવામાં આવ્યું હતું આ ચિંતન બેઠકમાં  સંગઠનાતમક  તમામ તૈયારીઓ,  આગામી કાર્યક્રમો અને પ્રચંડ વિજય સાથે ચૂંટણીઓ કેવી રીતે ભારતીય જનતા પાર્ટી જીતશે તેની રણનીતિ ચિંતન બેઠકમાં તૈયાર કરવામાં આવી છે  વર્ષ 1990 પછી  ગુજરાતમાં દરેક ચૂંટણી જંગમાં ભાજપનો ભવ્યાતી ભવ્ય વિજય થતો આવ્યો છે.

ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર  મોદી અને અમિત  શાહ જ્યારે દેશનું નેતૃત્વ કરતા હોય ત્યારે સમગ્ર વિશ્વની નજર ગુજરાતની ચૂંટણીઓ પર હોય એ સ્વાભાવિક છે તેના કારણે ગુજરાતની ચૂંટણીઓ સવિશેષ બની જતી હોય છે.આવનારી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આગામી વરસે 2022માં ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ છે અને પ્રચંડ બહુમતીથી ચૂંટણી જીતવાની રણનીતિ આ ચિંતન બેઠકમાં કરવામાં આવી છે.

ગુજરાતની વિધાનસભાની 2022 ની ચૂંટણી દેશની લોકસભાની 2024ની ચૂંટણીનો પાયો છે .  ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને સંગઠન કોઈ પણ ચૂંટણીને  સરળતાથી કે  સહજતાથી લેતું નથી એ માત્ર ને માત્ર જીતવા માટે કાર્ય  કરે છે, ચૂંટણી જીતીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સતત જન સંપર્ક કરીને જનતાની સેવામાં મેદાનમાં ઉતરી જાય છે.

ભૂતકાળમાં ગુજરાતને જોઈએ તો ગુનાહિત ગુજરાતમાંથી સુરક્ષિત ગુજરાત બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર  મોદીનો સિંહફાળો છે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અથાગ મહેનતથી ચોક્કસથી તોડશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.માઈક્રો પ્લાનિંગ કરી આગામી ચુંટણીમાં  ખૂબ મોટા વિજયમાં કન્વર્ટ કરી એક અભેદ ગુજરાત બનાવશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.દેશે ઘણા બધા વડાપ્રધાનો પૂર્વમાં જોયા છે પરંતુ દેશના નાગરિકો ના પાયાના વિચારોમાંથી પરિવર્તન કરવું હોય તો સતત વીસ-પચીસ વર્ષનું શાસન જોઈએ અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી સતત બે દાયકાથી ગુજરાત રાજ્ય અને દેશ માટે સતત કાર્યશીલ છે અને સતત વિકાસ અને સતત પરિવર્તન માટે 2024ની લોકસભાની ચૂંટણીઓ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભાજપની રાજ્ય સરકાર કચ્છના રણ થી લઈને દક્ષિણ જંગલોથી ઉત્તરના ડુંગરીલા પ્રદેશ થી લઈને બધી જ જગ્યાઓનો વિકાસ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. 2001થી 2014 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે વિકાસનો એક ઉત્કૃષ્ટ મોડલ ગુજરાત મોડેલ અને દુનિયા સમક્ષ મૂકવામાં આપણે સફળ થયા છે.

કૉંગ્રેસ અત્યારે ગુજરાતમાં કે દેશમા  ક્યાંય દેખાતી નથી

2014ની લોકસભાની ચૂંટણી પહેલા દેશ નિરાશામાં ગરકાવ થઈ ચૂક્યો હતો અને ચારેબાજુ માત્ર અને માત્ર ભ્રષ્ટાચારની બૂમ સંભળાઇ હતી તે સમયે દેશની 130 કરોડની જનતાએ  નરેન્દ્ર  મોદી ઉપર વિશ્વાસ મૂકીને દેશ ની સત્તાના સુકાન સોંપ્યા અને જે રીતે ગુજરાતે વિકાસના ફળ ચાખ્યા છે તેવા જ પ્રકારની વિકાસની રાજનીતિને દેશમા આગળ ધપાવી શક્યા કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં કે દેશમા  ક્યાંય દેખાતી નથી.જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014થી ભારત દેશને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે ભારતના લોકોને આત્મનિર્ભર કરવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને જે જૂની સમસ્યાઓનો ભાર ભારત દેશ ભોગવી રહ્યો હતો તેનાથી મુક્ત કરવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે.

આ પણ વાંચો : પાટીદાર અનામત આંદોલન વખતના ગુનાનો મામલો, હાર્દિક પટેલ સહિત 21ને મળ્યા જામીન

370ની કલમ હોય, ત્રિપલ તલાકના કાયદા હોય,  રામ મંદિરની બાબત હોય બધા જ નિર્ણયો છેલ્લા આઠ વર્ષના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના શાસનમાં આપણને જોવા મળ્યા છે. આપણે આપણી કાર્યપદ્ધતિથી બુથ અને પેજ સુધીનું મેનેજમેન્ટ કરીને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારથી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંપર્ક કરીને ખૂબ જ માઈક્રો પ્લાનિંગ કરીને ચૂંટણીની તૈયારીઓ કરવાની છે. નકારાત્મક રાજનીતિને ખૂબ નજીકથી જોઈ ઓળખી લીધી છે.

વર્ષ 2022ના  આગામી કાર્યક્રમો સંદર્ભે  ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, નવા મતદારોને જોડવા, બુથ સહ  મિટિંગમાં કરવી,  શક્તિ કેન્દ્રની બેઠકો કરવી, પેજ સમિતિની રચના કરવી  વગેરે કાર્યક્રમોનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને દરેકે દરેક મતદાર સુધી કેવી રીતે રૂબરૂમાં સંપર્ક કરી શકાય તેની રણનીતિ બનાવવામાં આવી હતી .
Published by:Jay Mishra
First published:

Tags: Bjp gujarat, Gujarat assembly elections 2022, અમિત શાહ, ગુજરાત વિધાનસભા ચૂંટણી

આગામી સમાચાર