ગોવા વિધાનસભા: બહુમત કસોટીમાં મનોહર પારિકર પાસ, 23 ધારાસભ્યોએ આપ્યું સમર્થન

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગોવા વિધાનસભા: બહુમત કસોટીમાં મનોહર પારિકર પાસ, 23 ધારાસભ્યોએ આપ્યું સમર્થન
રક્ષા મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગોવાના મુખ્યમંત્રી બનેલા મનોહર પારિકર આજે વિધાનસભામાં બહુમત કસોટીમાં પાસ થયા છે. 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં મોનહર પારિકરે આજે વિશ્વાસનો મત જીતી લીધો છે, 23 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે તો 16 વિરૂધ્ધમાં જ્યારે એક ધારાસભ્યએ વોક આઉટ કર્યું હતું.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગોવા #રક્ષા મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગોવાના મુખ્યમંત્રી બનેલા મનોહર પારિકર આજે વિધાનસભામાં બહુમત કસોટીમાં પાસ થયા છે. 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં મોનહર પારિકરે આજે વિશ્વાસનો મત જીતી લીધો છે, 23 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે તો 16 વિરૂધ્ધમાં જ્યારે એક ધારાસભ્યએ વોક આઉટ કર્યું હતું. વિશ્વાસ મતમાં સફળ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં મનોહર પારિકરે કહ્યું કે, જનતાએ કામને લીધે એમને ચૂંટ્યા છે. અમે 23 ધારાસભ્યોના સમર્થનથી વિશ્વાસ મત જીતી લીધો છે. કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહેને નિશાને લેતાં એમણે કહ્યું કે, એમના દાવા પોકળ સાબિત થયા છે. કોંગ્રેસ પાસે બહુમત ન હતો અને હવે દિગ્વિજયને પોતાનું જનરલ સેક્રેટરીનું પદ છોડી દેવું જોઇએ. સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર ગુરૂવારે વિધાનસભામાં શક્તિ પરીક્ષણ કરવાનું હતું. જેમાં મનોહર પારિકરે 23 ધારાસભ્યો સાથે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. શક્તિ પરિક્ષણને લઇને કોંગ્રેસ છાવણીમાં પણ હલચલ હતી. મતદાન શરૂ થાય એ પહેલાં કોંગ્રેસથી નારાજ ધારાસભ્ય વિશ્વજીત રાણેએ પાંચ યુવા ધારાસભ્યો સાથે બેઠક કરી હોવાનું સામે આવ્યું હતું. અહીં નોંધનિય છે કે, 40 બેઠકવાળી ગોવા વિધાનસભામાં 17 બેઠકો સાથે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જ્યારે ભાજપને માત્ર 13 બેઠકો જ મળી હતી. આમ છતાં ભાજપે બાજી મારી છે અને સરકાર બનાવી છે.
First published: March 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर