Home /News /ahmedabad /ભાજપે એસ.સી.-એસ.ટી. સમાજના અધિકારો પર તરાપ મારી: કૉંગ્રેસ પ્રવક્તા
ભાજપે એસ.સી.-એસ.ટી. સમાજના અધિકારો પર તરાપ મારી: કૉંગ્રેસ પ્રવક્તા
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ સરકાર પર આરોપોનો મારો કર્યો.
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ સરકાર પર આરોપ મુક્તા કહ્યું હતું કે, ભાજપ સરકાર એસસી અને એસટી સમાજના વિકાસ કામો અને હક્ક અધિકારો આપવા નિષ્ફળ તો રહી છે.
અમદાવાદ: ગુજરાતમાં અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જનજાતિ (ST) પરના અત્યાચારમાં થઇ રહેલા વધારા પર કોંગ્રસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રસ પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યુ હતું કે, ભાજપ સાશનમાં અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જનજાતિ (ST)ના બંધારણીય હક્કો-અધિકારો સામે ભાજપ સરકાર અનદેખી કરી રહી છે. લોકસભામાં પુછાયેલા પ્રશ્ન પર સરકારે ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ સરકાર પર આરોપ મુક્તા કહ્યું હતું કે, ભાજપ સરકાર એસસી અને એસટી સમાજના વિકાસ કામો અને હક્ક અધિકારો આપવા નિષ્ફળ તો રહી છે. આ આંકડાઓ લોકસભામાં પુછાયેવા સવાલ જવાબમાં મળ્યા છે. અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જનજાતિ (ST)ના હક્કો-અધિકારો મળવા પાત્ર કાયદાકીય બાબતો અંગે ગુજરાત સરકાર વર્ષ 2018, 2019માં દેખાવ પૂરતા માત્ર 6 કાર્યક્રમ કરી સંતોષ માન્યો હતો. જયારે વર્ષ 2020માં જાગૃતિ અંગેના એક પણ કાર્યક્રમ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. અનુસુચિત જનજાતિ (ST) પર વધતી જતી એટ્રોસિટીની ઘટનો અંગે લોકસભામાં ગુજરાતના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.