બીજેપીના મહાસચિવના નિશાને શાહરૂખ, બોલ્યા- જે"રઇસ" દેશનો નથી, એ કોઇ કામનો નથી

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 3:07 PM IST
બીજેપીના મહાસચિવના નિશાને શાહરૂખ, બોલ્યા- જે
નવી દિલ્હીઃ ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે નામ લીધા વગર શાહરૂખ ખાન પર શાબ્દીક હુમલો કર્યો છે. શાહરૂખની આવનારી ફિલ્મ રઇસ પર ઇશારા-ઇશારામાં ઇલ્લેખ કરી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે, જે રઇશ દેશનો નથી તે રઇશ કોઇ કામનો નથી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 22, 2017, 3:07 PM IST
નવી દિલ્હીઃ ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે નામ લીધા વગર શાહરૂખ ખાન પર શાબ્દીક હુમલો કર્યો છે. શાહરૂખની આવનારી ફિલ્મ રઇસ પર ઇશારા-ઇશારામાં ઇલ્લેખ કરી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે, જે રઇશ દેશનો નથી તે રઇશ કોઇ કામનો નથી.
કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરી કહ્યું કે હવે વારો દેશના કાબીલ જનતાનો છે. જે કાબિલ છે તેનો હક કોઇ બેઇમાન રઇસ નહી છીનવી શકે.
ભાજપ મહાસચિવે આ નિવેદન શાહરૂખ ખાનની રઇશ અને ઋત્વિક રોશનની કાબિલ ફિલ્મ રિલીજ થવાના ઠીક થોડા સમય પહેલા આપ્યું છે. બંને ફિલ્મોની 25 જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર ટક્કર થનારી છે. રઇસનો વિરોધ કરતા તેઓ કાબીલના તરફેણ કરતા જોવા મળી રહ્યા છે.
વિજયવર્ગીયએ એક પોસ્ટર શેયર કરતા કહ્યુ કે જો #Raees દેશનો નથી, તે કોઇ કામનો નથી, અને એક #Kaabil દેશભક્તનો સાથ તો આપણે બધાએ આપવો જ જોઇએ.

આ પહેલો મોકો નથી કે ભાજપા મહાસચિવે શાહરૂખ ખાન પર નિશાન તાક્યુ હોય. નોટબંધી પછી તેમણે ટ્વીટ કરી લખ્યુ હતું કે, પ્રધાનમંત્રી મોદીજીએ નોટબંધી કરી કાળાનાણા વાળા રઇસોને જમીન પર લાવી દીધા. સમય આવી ગયો છે દેશની જનતા પાકિસ્તાન પરસ્ત રઇશને તેની અસલીયત બતાવી દે.
First published: January 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर