Home /News /ahmedabad /BJP Candidate list 2022: બીજેપીની બીજી યાદી જાહેર, છ બેઠક પર નામ જાહેર

BJP Candidate list 2022: બીજેપીની બીજી યાદી જાહેર, છ બેઠક પર નામ જાહેર

ભાજપ દ્વારા બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

Gujarat election 2022: ગુજરાત વિભાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

    અમદાવાદ: આજે શનિવારે સવારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા બીજી યાદીમાં કુલ છ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયાથી મુળુબાઈ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, ડેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. આમ, અત્યાર સુધી ભાજપ દ્વારા કુલ 166 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

    વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ

    ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ભાવનગર પૂર્વમાં વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ છે. વિભાવરીબેનના સ્થાને શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલ પંડ્યાને ટિકિટ મળી છે. ચોર્યાસી બેઠક પર ઝંખનાબેન પટેલની ટિકિટ કપાઇ છે. વર્ષ 2017માં ધોરાજી બેઠક પરથી હરી પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાવનગર અને ચોર્યાસી બેઠક પર નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે.





    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    આ પણ વાંચો: ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ, 10થી વધુ કેન્દ્રીય નેતાઓ કરશે પ્રચાર

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર...

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन