અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની 1500 જગ્યા માટે ફોર્મ લેવા બે કિલોમીટર લાંબી લાઈન

માત્ર 1500 ટ્રાફિક બ્રિગેડની જગ્યા માટે હજારો યુવકો ફોર્મ લેવા માટે લાઇનમાં લાગી ગયા છે.

News18 Gujarati
Updated: December 5, 2018, 2:14 PM IST
અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની 1500 જગ્યા માટે ફોર્મ લેવા બે કિલોમીટર લાંબી લાઈન
બેરોજગારની લાંબી લાઇન
News18 Gujarati
Updated: December 5, 2018, 2:14 PM IST
હિમાંશુ વોરા, અમદાવાદ

લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે બેરોજગારીના ખપ્પરમાં હોમાયેલાં યુવાનોને નોકરી આપવા ભરતીઓ યોજનાવામાં આવી રહી છે જોકે, વાસ્તવમાં ગુજરાતની બેરોજગારીનું બિહામણું ચિત્ર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આંગળીના વેઠે ગણી શકાય એટલી જગ્યાઓ માટે લાખો લોકો મેદાનમાં ઉતરે છે. જે જોઇને જ ગુજરાતમાં યુવાનોમાં બેરોજગારી કેવી છે એ ખબર પડી શખે. તો બીજી તરફ ગુજરાતભરમાં બે વર્ષમાં માત્ર 12,869 યુવાનોને રોજગારી મળી હોવાના આંકડા બહાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર કરતાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણે વધારે છે. આજે બુધવારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હજારો યુવકો ફોર્મ લેવા માટે લાઇનમાં લાગી ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ લાઇનો કિલોમિટરો સુધી થઇ છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિક બ્રિગેડની જગ્યાની ભરતી માટે ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદની બે જગ્યાઓ ઉપર આ ફોર્મ આપવામાં આવે છે. મીઠાખળી પાસે ટ્રાફિક પોલીસ સ્ટેશનની કચેરી બહાર યુવક-યુવતીઓની લાંબી કતારો લોગી છે. કિલોમિટરો સુધી બેરોજગાર યુવકોની લાઇનો લાગી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. યુવક-યુવતીઓની કતારો લાગતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક બ્રિગેડ માટે 462 મહિલાઓ અને 938 પુરુષો મળી કુલ 1500 જગ્યા પર ભરતી થવાની છે. જે માટે શહેરના હજારો યુવક યુવતીઓ ઉમટી પડ્યા છે.

આ ઉપરાંત ગુજરાત સરકારના જ ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા બે વર્ષના સમયગાળામાં ગુજરાતમાં માત્ર 12,869 યુવાનોને રોજગારી આપી છે. બીજી તરફ ગુજરાત સરકારના જ આંકડાઓ પ્રમાણે અમદાવાદ એમ્પ્યોમેન્ટ એક્સચેન્જમાં 62,608 બેરોજગાર યુવાનોએ તેમના નામ રજિસ્ટર કરાવ્યા છે. આવી જ રીતે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ આપેલા બેરોજગારીના આંકડાઓ મુજબ 2018ના ઓક્ટોબર માસુના અંત સુધીની સ્થિતિ મુજબ ગુજરાતમા બેરોજગારીની ટકાવારી 7.5 ટકા જેટલી ઊંચી છે. આ ટકાવારી કેન્દ્ર સરકારના બેરોજગારીના આંકડા કરતાં ઊંચા છે. કેન્દ્ર સરકારમાં બેરોજગારીની ટકાવારી 6.8 ટકાની છે.

ચૂંટણીઓ આવે એટલે સરકારી નોકરીઓની ભરતીઓ શરૂ થાય, યુવાનો ફોર્મ ભરે, પરીક્ષા આપે, નાટક કરવામાં આવે પણ પરીક્ષામાં નાટક કરવામાં આવે. પરંતુ ગુજરાતની બેરોજગારીનું બિહામણું ચિત્ર ઉપસ્યું છે. કેમકે, 24 હજાર સરકારી નોકરીઓ માટે 55.36 લાખ બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. આ એજ દર્શાવે છે કે, ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની કેવી દશા છે.
First published: December 5, 2018
વધુ વાંચો अगली ख़बर