બિલ ગેટ્સ ફરી દુનિયાના સૌથી ધનવાન, ટ્રંપ ફોર્બ્સ યાદીમાં નીચે સરક્યા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
બિલ ગેટ્સ ફરી દુનિયાના સૌથી ધનવાન, ટ્રંપ ફોર્બ્સ યાદીમાં નીચે સરક્યા
માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ફરી એકવાર દુનિયાના સૌથી ધનવાન પુરવાર થયા છે. ફોર્બ્સની યાદીમાં બિલ ગેટ્સ સતત ફરી એકવાર મોખરે રહ્યા છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આ યાદીમાં 220મા સ્થાનથી સરકીને 544મા સ્થાને પહોંચ્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ફરી એકવાર દુનિયાના સૌથી ધનવાન પુરવાર થયા છે. ફોર્બ્સની યાદીમાં બિલ ગેટ્સ સતત ફરી એકવાર મોખરે રહ્યા છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આ યાદીમાં 220મા સ્થાનથી સરકીને 544મા સ્થાને પહોંચ્યા છે. ગેટ્સની સંપત્તિ 86 અરબ ડોલરની છે અને સતત ચોથી વાર તે યાદીમાં મોખરે રહ્યા છે. એમના બાદ બીજા સ્થાને બર્કશાયર હૈથવેના પ્રમુખ વોરન બફેટ છે જેમની સંપત્તિ 75.6 અરબ ડોલરની છે. ટોપ 10ની યાદીમાં અમેજોનના ફાઉન્ડર જેફ બેજોસ ત્રીજા, ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ પાંચમા અને ઓરેકલના કો ફાઉન્ડર લેરી એલિસન સાતમા સ્થાને આવ્યા છે. ફોર્બ્સે કહ્યું કે, દુનિયામાં અરબપતિઓની સંખ્યામાં છેલ્લા વર્ષોની સરખામણીએ 13 ટકાનો વધારો થયો છે અને હાલમાં વધીને આ સંખ્યા 2043 થઇ છે. આ પત્રિકાના 31 વર્ષોમાં આ સૌથી ઉંચો આંકડો છે. આ યાદીમાં સામેલ અરબપતિઓમાં 565 અમેરિકી, 319 ચીન અને 114 જર્મનીના છે.
First published: March 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर