હું PM પદની રેસમાં નથી,મોદીમાં ક્ષમતા હતી એટલે જીત્યાઃનીતિશ કુમાર

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 2:52 PM IST
હું PM પદની રેસમાં નથી,મોદીમાં ક્ષમતા હતી એટલે જીત્યાઃનીતિશ કુમાર
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે એ વાતને નકારી દીધી છે કે તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. તેમણે કહ્યુ ત્રણ વર્ષ પહેલા કોણ જાણતુ હતું નરેન્દ્ર મોદી દેશના પીએમ બનશે. પરંતુ આવું થયું છે. કેમ કે તે(મોદી) આવું કરવામાં સફળ થયા છે. લોકોએ તેમને વોટ આપી સત્તા આપી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 15, 2017, 2:52 PM IST
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે એ વાતને નકારી દીધી છે કે તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે.
તેમણે કહ્યુ ત્રણ વર્ષ પહેલા કોણ જાણતુ હતું નરેન્દ્ર મોદી દેશના પીએમ બનશે. પરંતુ આવું થયું છે. કેમ કે તે(મોદી) આવું કરવામાં સફળ થયા છે. લોકોએ તેમને વોટ આપી સત્તા આપી છે.
સોમવારે પટણામાં એક પ્રેસ કોન્ફરન્સમાં નીતિશે કહ્યુ મને ખબર છે મારામાં એટલી ક્ષમતા નથી. હું એક નાની પાર્ટીનો નેતા છું અને મને રાષ્ટ્રીય મહત્વકાક્ષાંઓ નથી.
પાર્ટીનો વિસ્તારનો મતલબ પીએમ પદ નથી

નીતીશે કહ્યુ શરદ યાદવને પ્રેસિડેન્ટ હતા. પછી પાર્ટી કાર્યકર્તાઓએ મને જવાબદારી આપવાનું મન બનાવ્યું પરંતુ મિડિયાએ આને મારી રાષ્ટ્રીય મહત્વકાક્ષા સાથે જોડી દીધી. તેમણે કહ્યુ પાર્ટી પ્રેસિડેન્ટના નાતે મે જેડીયુને બીજા રાજ્યોમાં વિસ્તારનો પ્રયાસ કરી રહ્યો છું. આનો મતલબ એ નથી કે હું પીએમ પદના સપના જોઇ રહ્યો છું. તેમણે કહ્યુ જેડીયુ નાની પાર્ટી છે અને બિહારના લોકોની સેવા કરતી રહેશે.
First published: May 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर