NDA માં ખટરાગ, માંઝી માન્યા તો પાસવાન રીસાયા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
NDA માં ખટરાગ, માંઝી માન્યા તો પાસવાન રીસાયા
એનડીએમાં બેઠકોની વહેંચણીની જાહેરાત ભલે કરી દેવાઇ હોય પરંતુ ડખો હજુ ચાલુ છે. જીતનરામ માંઝી માની ગયા છે તો હવે રામ વિલાસ પાસવાન નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે.

એનડીએમાં બેઠકોની વહેંચણીની જાહેરાત ભલે કરી દેવાઇ હોય પરંતુ ડખો હજુ ચાલુ છે. જીતનરામ માંઝી માની ગયા છે તો હવે રામ વિલાસ પાસવાન નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે.

  • Share this:
નવી દિલ્હી # એનડીએમાં બેઠકોની વહેંચણીની જાહેરાત ભલે કરી દેવાઇ હોય પરંતુ ડખો હજુ ચાલુ છે. જીતનરામ માંઝી માની ગયા છે તો હવે રામ વિલાસ પાસવાન નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને જીતનરામ માંઝી વચ્ચે સોમવારે યોજાયેલી બેઠકમાં ઘણી માથાપચ્ચી બાદ બંને વચ્ચે બેઠકોનું સમાધાન સધાયું હતું. જે બાદ પ્રેસ કોન્ફરન્સ કરી બેઠકોની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી હતી. જેમાં એનડીએમાં સહમતી સધાઇ છે. ભારતીય જનતા પાર્ટી 160 બેઠકો પર ચૂંટણી લડશે, જીતનરામ માંઝીના પાર્ટી હિન્દુસ્તાની અવામ મોર્ચા(હમ)ને 20, રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ને 40, ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી) 23 બેઠકો ફાળવાઇ હતી. આ બેઠક બાદ જીતનરામ માઝીનો વિવાદ શમી ગયો હતો. પરંતુ હવે રામવિલાસ પાસવાન નારાજ થયા હોવાનું સામે આવ્યું છે.
First published: September 15, 2015
વધુ વાંચો
अगली ख़बर