Home /News /ahmedabad /Ahmedabad News: ગુજરાત ATSને મોટી સફળતા; અખિલ ગુપ્તા હત્યા કેસનો આરોપી હરિદ્વારના આશ્રમમાંથી પકડ્યો
Ahmedabad News: ગુજરાત ATSને મોટી સફળતા; અખિલ ગુપ્તા હત્યા કેસનો આરોપી હરિદ્વારના આશ્રમમાંથી પકડ્યો
આરોપી પ્રવિણની ફાઇલ તસવીર
Ahmedabad News: ગુજરાત ATSને આશારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તા હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. આ કેસમાં સંડોવાયેલા આરોપી પ્રવિણ વકીલની હરિદ્વારના એક આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાત ATSને આશારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તા હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. આ કેસમાં સંડોવાયેલા આરોપી પ્રવિણ વકીલની હરિદ્વારથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે આશારામના ઇશારે બે શાર્પ શૂટરને હત્યા કરવાના આદેશ આપ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તે હત્યા કર્યા બાદ સાધુ બનીને છુપાયો હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે આ મામલે ગુજરાત એટીએસએ કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.
ATSની ટીમે વોચ ગોઠવી હતી
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સાત વર્ષ પહેલાં આસારમ કેસના સાક્ષી અખિલ ગુપ્તા પર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારે શાર્પ શૂટર કાર્તિક હલધર અને નીરજ જાટે જાન્યુઆરી, 2015માં આશારામના રસોઈયા અને તેની વિરુદ્ધના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કરવામાં સંડોવાયેલા હતા. ત્યારે આ ગુનાનો અન્ય એક આરોપી પ્રવિણ વકીલ ફરાર હતો. થોડાં સમય પહેલાં પ્રવિણ વકીલ હરિદ્વારમાં છુપાયેલો હોવાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. ત્યારે તેના આધારે એટીએસની ટીમે વોચ ગોઠવીને આશારામના સાગરીત પ્રવિણની હરિદ્વારના ગંગા કિનારે ચાલતો હતો તે સમયે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રવિણની ધરપકડ પછી આશારામની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ઝડપાયેલા આરોપી પ્રવિણ વકીલે એટીએસની પૂછપરછમાં જણાવ્યુ હતુ કે, આશારામની ધરપકડ બાદ તેમના સેવક સહિત અન્ય નજીકના લોકો તેમની વિરુદ્ધમાં જુબાની આપવા તૈયાર થયા હતા. જેથી તેમના પર હુમલો કરાવીને હત્યા કરાવવામાં આવી હતી. આ તમામ ગુના આશારામના ઇશારે જ કરવામાં આવ્યા હતા.
આરોપીની અન્ય ગુનામાં પણ સંડોવણી
આરોપી પ્રવિણે આવો જ એક હુમલો સુરતના અડાજણ અને ઉમરા વિસ્તારમાં પણ કરાવ્યો હતો. તેમાં દંપત્તિ તૃપ્તિ પટેલ અને તેના પતિ રાકેશ પટેલલ પર હુમલો કરાવ્યો હતો. તે ગુનામાં આરોપી પ્રવિણને જામીન મળી ગયા હતા અને 2018થી તેઓ સાધુનો વેશ ધારણ કરીને હરિદ્વારના આશ્રમમાં છુપાયેલો હતો.