Home /News /ahmedabad /NCB દ્વારા 10 કિલો MD ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, આરોપી સોહેલ પાઇલોટ રહી ચૂક્યો છે

NCB દ્વારા 10 કિલો MD ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, આરોપી સોહેલ પાઇલોટ રહી ચૂક્યો છે

ગુજરાત NCB દ્વારા સંયુક્ત ઓપરેશનમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ છે.

Drugs racket: હાલ આ મામલે અન્ય લોકોને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે બાદ અન્ય ખુલાસા સામે આવી શકશે. મહત્વનું છે કે આ તમામ રેકેટ મુંબઈથી ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે

દેશના યુવધાનને ખોટા માર્ગે લઈ જવા ડ્રગ માફિયા દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ ડ્રગ માફિયાઓને પકડવા માટે પોલીસની સાથોસાથ અલગ-અલગ એજન્સીઓ પણ કમર કસી લીધી છે. થોડાક મહિનાની વાત કરીએ ગુજરાત પોલીસની સાથોસાથ અન્ય એજન્સીઓ પણ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ અને દરિયામાંથી ડ્રગ પકડીને મોટી કાર્યવાહી કરી રહી છે. તેવામાં એનસીબી અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાતના જામનગરમાંથી 10 કિલો એમડી સાથે ભાસ્કર નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી.

આરોપીની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તેણે મુંબઈથી મંગાવ્યા હોવાનું સામે આવ્યું. જેને લઈને એનસીબી એ મુંબઈ સહિત દેશભરમાં અલગ અલગ જગ્યાએ દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. મહત્વની વાત છે કે મુંબઈ અને ગુજરાત NCB દ્વારા સંયુક્ત ઓપરેશન માં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ છે અને કુલ 58 કિલો MD ડ્રગ્સ પણ કબ્જે કરવામાં આવ્યું છે.



નોંધનીય વાત તો એ છે કે ગુજરાત NCB એ મુંબઈના 3 અને ગુજરાતથી 1 આરોપીની ધરપકડ કરી છે. જેમાં 2 લોકો ગુજરાતના છે. ખુબજ ગંભીર વાત એ છે કે ભાસ્કર અને સોહેલ છે. સોહેલ મૂળ જૂનાગઢનો છે અને જે પેહલા એરપોર્ટ ઉપર કામ કરતો હતો અને અમેરિકા જઈને પાઇલોટની ટ્રેનિંગ લઈને આવી ચુક્યો છે એટલે તે પાઇલોટ પણ રહી ચૂક્યો છે. પરંતુ પાઇલોટનું છોડીને તેને ડ્રગના વેપારમાં લાગી ગયો હતો.

આ પણ વાંચો- ઘડિયાળની દુકાનમાંથી અમદાવાદ SOG એ પ્રતિબંધિત વસ્તુઓ સાથે ચાર આરોપીઓને દબોચ્યા

હાલ આ મામલે અન્ય લોકોને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે બાદ અન્ય ખુલાસા સામે આવી શકશે. મહત્વનું છે કે આ તમામ રેકેટ મુંબઈથી ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે અને હાલ પણ મુંબઈ NCB દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन