Home /News /ahmedabad /ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મોટા સમાચાર, જાણો કોણ પહોંચ્યું ભારત જોડો યાત્રામાં?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મોટા સમાચાર, જાણો કોણ પહોંચ્યું ભારત જોડો યાત્રામાં?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
Gujarat Pradesh Congress: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલા કારમાં પરિણામ બાદ કોંગ્રેસ પક્ષ મોટા ફેરફાર થવાના એંધાણ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બદલાઇ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે.
ગુજરાત: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલા કારમાં પરિણામ બાદ કોંગ્રેસ પક્ષ મોટા ફેરફાર થવાના એંધાણ વચ્ચે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બદલાઇ શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ પક્ષમાં મોટા ફેર બદલ થવાની શક્યતાઓ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ બદલાવાના સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પાર્ટીઓએ પદથી મુક્તી માટે દિલ્હી હાઇ કમાન્ડને રજૂઆત કરી છે. દિલ્હી કોંગ્રેસ હાઇ કમાન્ડ પણ નવા પ્રદેશ પ્રમુખ શોધ કરી રહ્યા છે. કોંગ્રેસ નવી થીયરી સાથે મેદાનમાં ઉતરવા માંગી રહી છે.
પરેશ ધાનાણી નવા પ્રમુખની રેસમાં સૌથી આગળ
કોંગ્રેસના જાણકાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આગામી ફેબ્રુઆરીમાં જ કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. પરેશ ધાનાણી નવા પ્રમુખની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. પરેશ ધાનાણી હાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પહોંચ્યા છે. અગાઉ અમિત ચાવડા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં રાજસ્થાન પહોંચ્યા હતા. ટુક સમયમાં જ અમિત ચાવડાને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પસંદગી કરાયા છે. ત્યા ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ લઇ ખેંચતાણ ચાલી રહી છે . તેવામાં પરેશ ધાનાણી ભારત જોડો યાત્રામાં પહોંચવું અનેક સંકેત આપી રહ્યું છે
કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાના એંધાણ: રાજકિય વિશ્વેષક
રાજકિય વિશ્વેષક પ્રશાંત ગઢવીએ જણાવ્યુ હતું કે, ‘કોંગ્રેસમાં ચોક્કસ મોટા ફેરફાર થવાના એંધાણ ચાલી રહ્યા છે. કોંગ્રસ પક્ષમાં નવા ચહેરાઓ સ્થાન મળી શકે છે. કોંગ્રસ છેલ્લા 3 દાયકાથી સત્તાથી વિમુખ રહી છે. કોંગ્રસ પક્ષ નવા પ્રમુખ તરીકે યુવા ચહેરાને આગળ કરશે. લોકસભા ચૂંટણી કોંગ્રેસ ટાર્ગેટ રહેશે.’
કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડો મનિષ દોશીએ ન્યુઝ 18 ગુજરાત સાથેની ટેલિફોનની વાતચિતમા જણાવ્યુ હતું કે, ‘પાર્ટી પરેશ ધાનાણી કોંગ્રેસના સિનિયર નેતા છે. વિપક્ષ પદ સહિત સંગઠન અગાઉ મોટી જવાબદારી નિભાવી ચુક્યા છે. કોંગ્રેસ પ્રમુખ કોણ હશે તે દિલ્હી હાઇ કમાન્ડ નક્કી કરશે. કોંગ્રેસ કોઇ એક જ્ઞાતિ આધારે રાજકારણ કરતી નથી. તમામ સમાજ સાથે રાખી આગળ જતી પાર્ટી છે.’
નોંધનિય છે કે, કોંગ્રેસને નવા પ્રમુખ મળે છે કે નહી તે સમય ચોક્કસ બતાવશે. પરંતુ હાલ ચર્ચાનો વિષય પરેશ ધાનાણી બન્યા છે. કારણ કે, પરેશ ધાનાણી ભારત જોડો યાત્રા પહોંચ્યા છે. શું પરેશ ધાનાણી પ્રદેશ પ્રમુખની રેસમાં છે કે પછી અન્ય સમાજના નેતા પ્રદેશ પ્રમુખ બંને છે.