Home /News /ahmedabad /ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAPને મોટુ નુકસાન, BTP એ ગઠબંધન તોડ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAPને મોટુ નુકસાન, BTP એ ગઠબંધન તોડ્યું

વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધન તુટવાથી AAPને રાજકીય નુકસાન થઈ શકે છે.

End of Aap BTP alliance: BTP નેતા છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, “આ દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમે કોઈપણ ટોપીવાળા સાથે સંબંધ રાખવા માંગતા નથી, પછી તે ભગવા રંગની ટોપી હોય કે સાવરણીના ચિહ્ન વાળી સફેદ ટોપી હોય.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્યમાં તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. આ સાથે જ ગુજરાતની ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરવાની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો મળ્યો છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ AAP સાથેનું ગઠબંધન તોડી નાખ્યું છે. AAP એ આદિવાસી વિસ્તારોમાં મજબૂત ગણાતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ આ ગઠબંધન આજે તૂટી ગયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ સમાચાર આમ આદમી પાર્ટી માટે એક મોટા ઝટકા સમાન છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે.

    વિધાનસભાની ચૂંટણી પહેલા ગઠબંધન તોડવાથી AAPને રાજકીય નુકસાન થઈ શકે છે. પાર્ટી તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે, જો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન રાખવામાં આવશે તો તેમના જ સંગઠનને નુકસાન થશે. BTPએ કહ્યું કે ગઠબંધનને લઈને AAP તરફથી યોગ્ય પ્રતિક્રિયા આવી રહી નથી. લોકોમાં પાર્ટીની છબી ખરડાઈ રહી હતી. તેમનો પક્ષ તોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કારણસર હવે ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયા એકલા હાથે ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી રહી છે.



    આદિવાસીઓના પ્રશ્નોની અવગણના કરવામાં આવી રહી છે

    BTP નેતા છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, “આ દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમે કોઈપણ ટોપીવાળા સાથે સંબંધ રાખવા માંગતા નથી, પછી તે ભગવા રંગની ટોપી હોય કે સાવરણીના ચિહ્ન વાળી સફેદ ટોપી હોય. આ બધા એક જ છે. આ દેશ પાઘડી પહેરનારા લોકોનો છે અને આદિવાસીઓના મુદ્દાને તમામ પક્ષોએ અવગણ્યા છે.આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (1 મે) પર જ્યારે અમે શ્રમિકો માટે બે શબ્દો બોલવાનું કહ્યું ત્યારે તેઓએ તેમ ન કર્યું.

    આ પણ વાંચો- આજે ગુજરાતમાં કોરોનાએ ત્રણ દર્દીનો ભોગ લીધો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

    AAPએ BTP કેડર અને નેતાઓને તોડવાનો પ્રયાસ કર્યો

    વસાવાએ વધુમાં કહ્યું હતું કે, "જે લોકો આ દેશના વડાપ્રધાન બનવા માંગે છે તેઓ કામદારો અને તેમના મુદ્દાઓ વિશે વાત કરતા શરમાતા હોય છે. અમે જીતીએ કે હારીએ, અમે આ ટોપીવાળાઓ સાથે કોઈ ગઠબંધન નહીં કરીએ." BTP નેતાએ એવો પણ દાવો કર્યો છે કે AAPએ તેમના કેડર અને નેતાઓને તોડવાનો પ્રયાસ કર્યો હતો. એટલા માટે પાર્ટી આ ગઠબંધનને ખતમ કરી રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: AAP Gujarat, Assembly by-elections, Assembly Election 2022, BTP, Gujarat AAP

    विज्ञापन
    विज्ञापन