મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકાર હવે પૂરજોશમાં પ્રજાના વિકાસ કાર્યોને ગતિ આપવા એક્શન મોડમાં આવી ગઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના દરેક જિલ્લાઓમાં વ્યવસ્થિત વહીવટ અને તેના પર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સરકારના જુદા જુદા મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરી છે. આ મંત્રીઓ દ્વારા તેમને સોપાયેલા પ્રભારી જિલ્લાની સમયાંતરે મુલાકાત કરી જે તે જિલ્લાનું વહીવટી તંત્ર સુવ્યવસ્થિત રીતે કામ કરે તે માટે કામગીરી કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારની કેબિનેટ ખૂબ નાની છે. માત્ર 16 મંત્રીઓની આ કેબિનેટમાં દરેક મંત્રીના ભાગે ઓછામાં ઓછા બે જિલ્લાઓની જવાબદારી આપવામાં આવે છે જે જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો નાણામંત્રી કનુભાઈ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી બનાવાયા છે, જ્યારે ઋષિકેશ પટેલને અમદાવાદ ખેડા અને આણંદ જિલ્લાના પ્રભારી બનાવાયા છે.
તે જ રીતે જો વાત કરીએ તો રાઘવજી પટેલને રાજકોટ અને જૂનાગઢ જિલ્લાની જવાબદારી સોપાય છે તો બળવંતસિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી બનાવાયા છે. તે જ રીતે કુંવરજી બાવળિયાને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી બનાવ્યા છે તો મોઢુભાઈ બેરા ને જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી બનાવ્યા છે શિક્ષણ મંત્રી દાહોદ અને પંચમહાલ ના પ્રભારી બનાવાયા છે તો સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા ને ભાવનગર અને બોટાદ જિલ્લાના પ્રભારી બનાવ્યા છે.
તે જ રીતે ગૃહ રાજ્ય મંત્રી હરસ સંઘવીને વડોદરા અને ગાંધીનગર મહાનગરના પ્રભારી બનાવ્યા છે તો સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને મહેસાણા અને પાટણના પ્રભારી બનાવાયા છે તે જ રીતે પરસોતમ સોલંકી અમરેલી અને ગીર સોમનાથ ના પ્રભારી બનાવ્યા છે તો બચ્ચું ખાબર ને મહીસાગર અને અરવલ્લી જિલ્લાના પ્રભારી બનાવાયા છે.
સાથે જ મુકેશ પટેલને વલસાડ અને તાપી જિલ્લાના પ્રભારી બનાવાયા જ્યારે પ્રફુલ પાનસરિયા ને મોરબી અને કચ્છ જિલ્લાના પ્રભારી બનાવાયા તો મંત્રી ભીખુશી પરમાર ને છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે કુંવરજી હળપતિ ને ભરૂચ અને ડાંગના પ્રભારી બનાવ્યા છે આ તમામ મંત્રીઓ હવે આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની પણ જવાબદારીઓ સંભાળશે.