Home /News /ahmedabad /ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર સંભાળ્યો ચાર્જ

ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર સંભાળ્યો ચાર્જ

ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર સંભાળ્યો ચાર્જ

Bhupendra Patel took charge as the CM: ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેનો સંભાળ્યો ચાર્જ. અન્ય ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ અને મુળુ બેરા સહિતના મંત્રીઓએ પણ સંભાળ્યા ચાર્જ

ગાંધીનગર: ગઇકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળના શપથ યોજાઇ ગયા, ત્યારે આજે મંગળવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં દાદા ભગવાન, સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી કાર્યભાર સંભાળ્યો છે. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પણ મુખ્યમંત્રી સાથે સહભાગી થયા હતા. જ્યારે સમગ્ર મંત્રીમંડળે પણ આજથી પદભાર સંભાળ્યો છે.

મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર આજે સવારે શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં ભૂપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે આજે મંગળવારથી જ પોતાના પદભાર સંભાળ્યા છે. મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.


આ પણ વાંચો: જીતુ વાઘાણી સહિત આ જૂના જોગીઓના પત્તાં કપાયા, જાણો કોનો કરવામાં આવ્યો સમાવેશ


ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે જંગી બહુમતી મળી છે. જેને લઈને ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી લીધા હતા. જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0માં 8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા તો 8 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા.
ક્રમનામહોદ્દોવિષય ફાળવણી
1 ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીસામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો
કેબિનેટ કક્ષાના મંત્રીઓ
2 કનુભાઇ મોહનભાઇ દેસાઇમંત્રીનાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
3 ઋષિકેશભાઇ પટેલમંત્રીઆરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
4 રાઘવજીભાઇ પટેલમંત્રીકૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,
5 બળવંતસિંહ રાજપુતમંત્રીઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
6 કુંવરજીભાઇ બાવળીયામંત્રીજળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
7 મુળુભાઇ બેરામંત્રીપ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
8ડો. કુબેરભાઇ ડીંડોરમંત્રીઆદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
9મતી ભાનુબેન બાબરીયામંત્રીસામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્યકક્ષાના મંત્રીઓ
10 હર્ષ સંઘવીરા. ક. મંત્રીરમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો),  ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
11 જગદીશ વિશ્વકર્મા (પંચાલ)રા. ક. મંત્રીસહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો),   લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
12 પરષોત્તમ સોલંકીરા. ક. મંત્રીમત્સ્યોદ્યોગ અને પશુપાલન
13 બચુભાઇ મગનભાઇ ખાબડરા. ક. મંત્રીપંચાયત, કૃષિ
14 મુકેશભાઇ જે. પટેલરા. ક. મંત્રીવન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
15 પ્રફુલ્લભાઇ પાનસેરીયારા. ક. મંત્રીસંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
16 ભીખુસિંહ ચતુરસિંહ પરમારરા. ક. મંત્રીઅન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
17 કુંવરજીભાઇ હળપતીરા. ક. મંત્રીઆદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
First published:

Tags: CM Bhupendra Patel, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો