Home /News /ahmedabad /ભૂપેન્દ્ર પટેલ સરકાર આગામી નાણાકીય વર્ષમાં જંત્રી ભાવમાં ફેરફાર કરે તેવી શક્યતા: સુત્રો

ભૂપેન્દ્ર પટેલ સરકાર આગામી નાણાકીય વર્ષમાં જંત્રી ભાવમાં ફેરફાર કરે તેવી શક્યતા: સુત્રો

જંત્રી ભાવમાં ફેરફાર તેવી શક્યતા

Bhupendra Patel government: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 156 બેઠકોના ભવ્ય વિજય સાથે સરકાર બનાવ્યા બાદ હવે મક્કમ અને નિર્ણાયક નિર્ણયો લઈ ગુજરાત રાજ્યને બુલેટ ટ્રેનની ગતિએ આગળ ધપાવા માગે છે અને તે જ કારણોસર હવે રાજ્ય સરકાર દસ વર્ષ બાદ જંત્રી ધર્મ વધારો કરવાનું વિચારણા કરી રહી છે.

વધુ જુઓ ...
ગુજરાત: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 156 બેઠકોના ભવ્ય વિજય સાથે સરકાર બનાવ્યા બાદ હવે મક્કમ અને નિર્ણાયક નિર્ણયો લઈ ગુજરાત રાજ્યને બુલેટ ટ્રેનની ગતિએ આગળ ધપાવા માગે છે અને તે જ કારણોસર હવે રાજ્ય સરકાર દસ વર્ષ બાદ જંત્રી ધર્મ વધારો કરવાનું વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા દસ વર્ષમાં રાજ્યના મહાનગરો અને નગરોમાં પૂર ઝડપે વિકાસ થયો છે. રીયલ એસ્ટટ માર્કેટ પણ ખૂબ ફળિયું ફૂલ્યું છે તેમ છતાં હજુ પણ વર્ષ 2011 ના જંત્રી પ્રમાણે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક થાય છે.

જંત્રી ભાવની અંદર ફેરફાર કરે તેવી શક્યતા


ઉલ્લેખનીય છે કે, તેના પરિણામે રાજ્ય સરકારને ખૂબ મોટું મહેસુલી આવકમાં નુકસાન થાય છે તો બીજી વાત એ પણ છે કે, જમીનનો બજારભાવ એ ઊંચો હોય છે અને જંત્રી ભાવએ નીચો રહેવાના પરિણામે રાજ્ય સરકાર દ્વારા મહત્વના પ્રોજેક્ટોમાં જમીન સંપાદનને લઈ અનેક પ્રશ્નો સામે આવે છે. જેના પરિણામે વિકાસલક્ષી પ્રોજેક્ટ ખોરંપે ચડે છે. આ તમામ મુદ્દાઓનું સમાધાન માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે આગામી બજેટ સત્ર દરમિયાન જંત્રી ભાવની અંદર ફેરફાર કરે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ પણ વાંચો: ચાઈનીઝ દોરી સાથે બે આરોપીઓની કરવામાં આવી ધરપકડ

જંત્રીના દરમાં વધારો શા માટે?


કોઈપણ મિલકતની લે-વેચ માટે સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે છે અને તે સરકાર દ્વારા નક્કી કરાયેલી જંત્રીના દરના આધારે નક્કી થાય છે એટલે સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરાય તો, સ્ટેમ્પ ડ્યૂટીની આવક વધી શકે છે. મુખ્ય દલીલ શું છે? રાજ્યમાં મિલકતોના ભાવ નક્કી કરતી જંત્રીના દરમાં 2008ના વર્ષમાં વધારો કરાયો હતો અને ત્યારબાદ 2011માં તેમાં સુધારો કરાયો હતો. જેને હવે 10 વર્ષ થઈ ગયા છે અને ત્યારબાદ રાજ્યભરમાં સારો એવો વિકાસ થયો છે. જંત્રીના ભાવમાં વધારો કરાય તો તેનો લાભ રાજ્ય સરકારને મળી શકે છે.

આ પણ વાંચો:  બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ

સરકાર જંત્રીના દર કેમ વધારવા માગે છે?


રાજ્ય સરકારની આગામી બજેટ સત્રમાં પોતાના બજેટનું કદ ખૂબ વધારી રહી છે, ત્યારે મહેસુલ ખર્ચ અને આવક વધવી એ સ્વાભાવિક છે અને તે જ કારણોસર મહેસુલ આવક વધારવા જંત્રીમાં વધારો કરવો જરૂરી છે. જંત્રીના દરમાં ક્યારે વધારો કરાશે? સૂત્રો કહે છે કે, હાલને તબક્કે જંત્રીના દરમાં વધારો કરવાની તમામ બાબતો નક્કી થઈ ગઈ છે પરંતુ યોગ્ય સમયની રાહ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી સાથે પણ ચર્ચાઓ પૂરી થઈ છે. એમ મનાય છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gujarat CM Bhupendra Patel, Gujarat Government, ગુજરાત

विज्ञापन