Home /News /ahmedabad /Gujarat New CM: ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ફરી 'સરપ્રાઇઝ', PM મોદીનો માસ્ટરસ્ટ્રોક

Gujarat New CM: ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ફરી 'સરપ્રાઇઝ', PM મોદીનો માસ્ટરસ્ટ્રોક

ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું હોવાનું વકી

Gujarat New CM: રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી, ફરી એકવાર પીએમ મોદીની સરપ્રાઇઝ

ગાંધીનગર : શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું (Cm vijay rupani resigns). દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના (New CM of Gujarat) નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની વડી કચેરી (BJP Head Quarter Kamlam) ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત માટે ભાજપના ધારાસભ્યોની બેઠક (Gujarat MLA Meeting)માં નામ જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ પટેલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના લાંબા સમય સુધી કોષાધ્યક્ષ રહેલા છે. તેઓ અમદાવાદના મેમનગરની નગરપાલિકાના અધ્યક્ષ હતા અને ત્યારબાદ વર્ષ 2010માં પહેલીવાર અમદાવાદના કોર્પોરેટર બન્યા હતા. અમદાવાદમાં તેઓ વર્ષ 2016માં આનંદી બહેન પટેલના રાજીનામા બાદ ઘાટલોડિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. કાર્યકર્તાઓમાં કાકા અને ઘાટલોડિયામાં દાદા તરીકે જાણીતા ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે.

રાજ્યના પહેલા કડવા પાટીદાર મુખ્યમંત્રી

રાજ્યમાં અત્યારસુધી ફક્ત લેઉવા પાટીદાર મુખ્યમંત્રી બનતા હતા પરંતુ ભૂપેન્દ્ર પટેલની પહેલીવાર કડવા પાટીદાર મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થતા રાજ્યમાં ભાજપ જ્ઞાતિગત સમસ્યાઓથી મુક્ત થવા માંગે છે.

આ પણ વાંચો : Gujarat New CM live updates: Gujarat New CM live updates: 6 વાગ્યે રાજ્યપાલને મળવા જશે, 48 કલાકમાં શપથની અટકળો

આજે ગાંધીનગરમાં થયેલો ઘટનાક્રમ

આજે વહેલીસવારે ગાંધીનગરમાં ભાજપના કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર નિરીક્ષક તરીકે આવ્યા હતા. તેમણે સવારે મીડિયાને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે વર્તમાન ધારાસભ્યની જ પસંદગી કરવામાં આવશે. આ પરથી નીતિન પટેલ, આર.સી. ફળદુ સહિતના અનેક નામો ચર્ચામાં હતા. દરમિયાન બપોરે 3.00 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની મીટિંગ શરૂ થઈ હતી. આ પહેલા કોર કમિટીની બેઠક યોજાઈ હતી અને તેમાં દિલ્હીથી આવેલા નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
" isDesktop="true" id="1132180" >

વિજય રૂપાણીએ મંચ પરથી ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારબાદ લોકોના આશ્ચર્યની વચ્ચે ભૂપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ ઓડાના ચેરમેન પણ રહી ચુક્યા છે અને વ્યવસાયે એન્જિનિયર હતા ત્યારે ગુજરાતના રાજકારણમાં એક નવો ચહેરો મૂકીને પીએમ મોદીએ ફરી સૌને ચોંકાવી દીધા
First published:

Tags: Gujarat Politics, Vijay Rupani, Vijay Rupani Resignation

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો