Home /News /ahmedabad /Bhupendra Patel Celebrate Uttarayan: સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાંથી પતંગ ચગાવીને ચિક્કીનો સ્વાદ માણ્યો, કોણે પકડી હતી તેમની ફિરકી?
Bhupendra Patel Celebrate Uttarayan: સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાંથી પતંગ ચગાવીને ચિક્કીનો સ્વાદ માણ્યો, કોણે પકડી હતી તેમની ફિરકી?
સીએમ ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાંથી પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી
Bhupendra Patel Flown Kite: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાંથી ઉત્તરાયણની ઉજવણી કરી છે. તેમની સાથે દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સીએમએ પતંગ ચગાવ્યા બાદ ચિક્કીની લિજ્જત માણી અને લોકોને પર્વની શુભેચ્છા પાઠવી છે.
અમદાવાદઃ આજે રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદ શહેરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. મુખ્યમંત્રીએ પતંગ ચગાવ્યા પછી ચિક્કીનો પણ સ્વાદ માણ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાંથી ઉત્તરાયણની ઉજવણી કરી છે.
દરિયાપુરમાં પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ધાબા પર પહોંચ્યા હતા. તેમણે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો હતો અને આ દરમિયાન દરિયાપુર બેઠકના ધારાસભ્ય કૌશિક જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા હતા ત્યારે આ ધારાસભ્ય કૌશિક જૈને ફિરકી પકડી હતી. ભૂપેન્દ્ર પટેલે તમામને ઉત્તરાયણની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
ભૂપેન્દ્ર પટેલ ધાબા પર પતંગ ચગાવવા પહોંચ્યા ત્યારે ઘણાં જ ખુશ દેખાઈ રહ્યા હતા, તેમણે થોડા સમય માટે પતંગ ચગાવ્યો હતો અને તે પછી ચિક્કીનો સ્વાદ પણ માણ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવ્યા પછી પત્રકારો સાથે વાત કરીને તમામને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી, તેમણે કહ્યું કે, "ગુજરાત સહિત દેશભરમાં ઉત્તરાયની ઉજવણી કરવામાં આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પતંગોત્સવની શરુઆત કરાવ્યા પછી દેશ અને વિદેશના લોકો પણ આ તહેવારમાં જોડાય છે."
તેમણે કહ્યું કે, રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. તેમણે લોકોને ઉજવણી દરમિયાન પોતાનું અને પશુ-પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ સલાહ આપી છે. તેમણે સવારે ટ્વિટરના માધ્યમથી પણ લોકોને આ શુભ પર્વની શુભેચ્છા પાઠવી હતી.
રાજ્યના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પાવન પર્વની શુભેચ્છા.
નવી ઉર્જાનો સંચાર કરતો આ તહેવાર સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ લાવે સાથોસાથ સમગ્ર રાજ્યમાં વિકાસનો ઉજાસ વધુ તેજસ્વી બને તેવી શુભકામનાઓ..! pic.twitter.com/zhLrLScTE2
દરિયાપુરમાં આ વખતે ભાજપને વિધાનસભા બેઠક જીતવામાં મોટી સફળતા મળી હતી, વર્ષ 2007થી દરિયાપુરના ધારાસભ્ય રહેલા ગ્યાસુદ્દીન શેખને કૌશિક જૈને હરાવ્યા હતા. આવામાં સૂચક રીતે કાર્યકર્તાઓ અને નેતાઓનો ઉત્સાહ બમણો કરવા માટે મુખ્યમંત્રી દ્વારા અહીં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.