અમદાવાદઃ ભાવનગર પોલીસની જીપે રીક્ષાને અડફેટે લીધી, ચાલકનું મોત

News18 Gujarati
Updated: July 10, 2019, 6:34 PM IST
અમદાવાદઃ ભાવનગર પોલીસની જીપે રીક્ષાને અડફેટે લીધી, ચાલકનું મોત
અકસ્માતનીસીસીટીવી તસવીર

અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં ભાવનગર પોલીસની વાને રીક્ષાને અડફેટે લેતા રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • Share this:
હિમાંશુ વોરા, ઋત્વિજ સોનીઃ અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં ભાવનગર પોલીસની વાને રીક્ષાને અડફેટે લેતા રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવેલા ઠક્કરબાપા નગર ચાર રસ્તા પાસે બુધવારે બપોરના સમયે ફૂલ સ્પીડમાં આવતી ભાવનગર પોલીસની જીપે રીક્ષા અને રાહદારીને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જીને પોલીસ વાનમાં બેઠેલા પોલીસ કર્માચરીઓ ફરાર થયા હતા. જેના પગલે રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં ઉચ્ચપોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને તપાસ શરૂ કરી હતી. રોડ ઉપર લગાવેલા સીસીટીવી અને ખાનગી સીસીટીવી તપાસમાં આવશે. સાથે સાથે પોલીસ કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. પોલીસની જીપ 80ની સ્પીડે આવતી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. પોલીસની વાનમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ત્યારે આ મોટો તપાસનો વિષય બની જાય છે.

આ પણ વાંચોઃ-ગુજરાત યુનિ.માં EWSની 960 જેટલી બેઠકોમાં ગોટાળો હોવાનો ABVPનો આક્ષેપ

રીક્ષા ચાલકના મોતના સમાચાર જાણતા જ પરિવારજનો ઘટના સ્થળે આવ્યા હતા. ફરાર પોલીસ કર્મચારીઓ પકડાય નહીં ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે એવી પરિવારે ચીમકી આપી હતી. જોકે, ઉચ્ચ પોલીસ અધિકારીઓની મધ્યસ્થિ બાદ મામલો થાળે પાડ્યો હતો. પોલીસે રીક્ષા ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તટસ્થ તપાસ થશે એવી ખાતરી પણ આપી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com