ભાવનગરઃપરિવારને આર્થિક મદદરૂપ બનવા મહિલાઓ બની રિક્ષા ડ્રાઇવર

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભાવનગરઃપરિવારને આર્થિક મદદરૂપ બનવા મહિલાઓ બની રિક્ષા ડ્રાઇવર
ભાવનગરઃભાવનગરની 15 મહિલાઓ પોતાના પરિવારને આર્થિક મદદ રૂપ બનવા માગતી હતી ત્યારે તેમની ઇચ્છા અંતે પુર્ણ થઇ છે. તેમને લોન પર રિક્ષા ખરીદી છે અને હવે તેઓ તેમાથી દૈનિક કમાણી કરી પોતાના પરિવારને આર્થિક મદદરૂપ બનશે. દિવસભર તેઓ રિક્ષા ડ્રાઇવીગ કરશે. તો બીજી તરફ મહિલા રીક્ષા ડ્રાઇવર હોવાથી અન્ય મહિલા મુસાફરો પણ નિશ્વિત બની અને સવારી કરશે.મહિલા દિન નિમિતે શહેરના માર્ગ પર આવનારી ૧૫ મહિલાઓ પોતાની રીક્ષામાં માત્ર બહેનોને સ્થાન આપશે.જો કોઈ પરિવાર સાથે હશે તો તેને સ્થાન આપવામાં આવશે.મહિલાઓનું આ શાહસ અન્ય મહિલાઓને હિંમત આપનારું જરૂર બન્યું છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
ભાવનગરઃભાવનગરની 15 મહિલાઓ પોતાના પરિવારને આર્થિક મદદ રૂપ બનવા માગતી હતી ત્યારે તેમની ઇચ્છા અંતે પુર્ણ થઇ છે. તેમને લોન પર રિક્ષા ખરીદી છે અને હવે તેઓ તેમાથી દૈનિક કમાણી કરી પોતાના પરિવારને આર્થિક મદદરૂપ બનશે. દિવસભર તેઓ રિક્ષા ડ્રાઇવીગ કરશે. તો બીજી તરફ મહિલા રીક્ષા ડ્રાઇવર હોવાથી અન્ય મહિલા મુસાફરો પણ નિશ્વિત બની અને સવારી કરશે.મહિલા દિન નિમિતે શહેરના માર્ગ પર આવનારી ૧૫ મહિલાઓ પોતાની રીક્ષામાં માત્ર બહેનોને સ્થાન આપશે.જો કોઈ પરિવાર સાથે હશે તો તેને સ્થાન આપવામાં આવશે.મહિલાઓનું આ શાહસ અન્ય મહિલાઓને હિંમત આપનારું જરૂર બન્યું છે. mahila riksa1 ભાવનગરની ૧૫ જેટલી મહિલાઓને મહિલા આગેવાનએ લોન અપાવીને રીક્ષાઓ આપાવી છે અને આ મહિલાઓ ગુલાબી રંગના પટ્ટાવાળી રીક્ષા સાથે આજથી શહેરના માર્ગો પર ગુલાબી ડ્રેસમાં ફરશે.પરંતુ અફસોસ ત્યાં છે કે પૂરી રીક્ષા ગુલાબી રાખવાની મહિલાઓની ઈચ્છા પૂરી કરવામાં આરટીઓ જ બાધારૂપ બન્યું છે. જેના પગલે ગુલાબી પટ્ટાથી મહિલાઓ હાલ ખુશ છે ત્યારે મહિલાની વાત કરતી સરકારે મહિલાની ઓળખાણ માટે નિયમ ફેરવવા જોઈએ. કર્મચારી સંગઠન સાથે જોડાયેલા ભાવનાબેન રાવલણી મુલાકાત એવી ૧૫ બહેનો સાથે થઇ જેને આર્થિક આવકના સ્ત્રોતની અતિ જરૂરિયાત હતી.ભાવનાબેન પાસે કુલ ૧૫ જેટલી મહિલાઓ સામે હતી જેના પગલે દરેક બહેનો સાથે વાત કરીને દરેકને રીક્ષા શીખવીને તેમને લોન મારફત રીક્ષા અપાવવા સુધીની મદદની તૈયારી બતાવી હતી. જેને સ્વીકારીને ૧૫ મહિલાઓ તૈયાર થઇ અને આજથી તે મહિલાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં રીક્ષા ફેરવીને પોતાનું ગુજરાન ચલાવશે જેનાથી તેનો પરીવાર પણ ખુશ છે.
First published: March 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर