Home /News /ahmedabad /મહંત ભારતીબાપુના શિષ્ય ઋષિભારતી બાપુ પણ ચૂંટણી જંગમાં મેદાને: જાણો શું છે કારણ

મહંત ભારતીબાપુના શિષ્ય ઋષિભારતી બાપુ પણ ચૂંટણી જંગમાં મેદાને: જાણો શું છે કારણ

ઋષિભારતીની ફાઇલ તસવીર

Gujarat Election: ઋષિભારતી બાપુએ 107 બોટાદ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરના સરખેજમાં આવેલા ભારતી આશ્રમના મહંત વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય ઋષિભારતીએ પણ ચૂંટણી જંગમાં ઝંમ્પલાવ્યું છે. ઋષિભારતી બાપુએ ગુજરાત વિધાનસભાની બોટાદ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એટલે કે, બોટાદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી ઉપરાંત અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારોને ઋષિભારતી બાપુ ટક્કર આપશે.

આમ તો આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ ખુબજ રસપ્રદ બન્યો છે. જે પ્રકારે હાલ ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યાં છે તેમ ગુજરાતમાં રાજકીય ગરમાવો પણ વધુને વધુ તેજ બની રહ્યો છે. ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ હાલમાં ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહેલા ઉમેદવારો શક્તિ પ્રદર્શન અને જીતના વિશ્વાસ સાથે ચૂંટણી જંગમાં ઝમ્પલાવી રહ્યાં છે. આમ તો આ વખતે ભાજપે પણ વિધાનસભા ચૂંટણીમાં સાધુ-સંતોને પણ મેદાનમાં ઉતાર્યા છે.

ભરૂચની જંબુસર બેઠક પરથી ભાજપે દેવકિશોરદાસજી સ્વામીને ટિકિટ આપી છે. તેઓ ડી. કે. સ્વામી તરીકે જાણીતા છે. તો, ગઢડા બેઠક પરથી ભાજપે રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ આપી છે. શંભુપ્રસાદ ટુંડિયા ઝાંઝરકા સવૈયા નાથની જગ્યાના ગાદીપતિ છે. તેવી જ રીતે જે ઉમેદવારોને ભાજપ કોંગ્રેસ કે આપ પાર્ટીમાં ઉમેદવારી કરવા નથી મળી તેવા ઉમેદવારો અપક્ષ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યાં છે. ત્યારે 107 બોટાદ બેઠક પરથી આ વખતે જે સંત અપક્ષ ઉમેદવારી કરી રહ્યાં છે તે છે ઋષિભારતી બાપુ.

જી હા અમદાવાદના સરખેજમાં આવેલો ભારતી આશ્રમ ખુબ જ પ્રખ્યાત છે. આ આશ્રમના મહંત ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. પરંતુ તેઓના શિષ્ય ઋષિભારતી બાપુ આ વખતે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા છે. તેઓએ 107 બોટાદ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આ પણ વાંચો: હાર્દિક પટેલ પાસે માત્ર 61 લાખની મિલકત

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ઋષિભારતી બાપુએ જણાવ્યું કે, સંતો રાજકીય ક્ષેત્રમાં સેવા કરી શકે તે હેતુથી તેમજ સર્વ સમાજના લોકોનો ભાવ હતો અને બોટાદનું વાતાવરણ જે હતું ત્યારે સર્વધર્મના લોકોએ મને બોટાદ બોલાવ્યો હતો. ત્યાંની જનતાને મારા પ્રત્યે પ્રેમ છે. તેઓએ મને સામેથી બોલાવ્યો હતો આમ તો સેવા કરીએ છીએ જ પણ રાજકીય ક્ષેત્રના માધ્યમ દ્વારા સેવાને વ્યાપક સ્વરુપ મળે તે સેવા કરીશું. અને મારા કેન્દ્રમાં સેવા જ છે.
" isDesktop="true" id="1285060" >



બોટાદ જ પસંદ કરવાનું કારણ આપતા તેઓએ જણાવ્યું કે, ત્યાં સેવકો સર્વ સમાજના છે તેઓ જાણીતા છે. તમામ સમાજના લોકો મારી સાથે છે. જીત થવાનો પ્રશ્ન પછીનો છે પણ લડીએ છીએ એ મહત્વનું છે. બોટાદમાં આશ્રમ નથી પણ  હજારો સેવકો ત્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन
विज्ञापन