ખેડૂતોના જુદા જુદા મુદ્દાઓ પર ભારતીય કિસાન સંઘ આકરા પાણીએ

News18 Gujarati
Updated: November 12, 2019, 9:39 PM IST
ખેડૂતોના જુદા જુદા મુદ્દાઓ પર ભારતીય કિસાન સંઘ આકરા પાણીએ
વરસાદ અને માવઠાના પરિણામે ખેડૂતોને થયેલા નુકશાનની સર્વેની સિસ્ટમ ભ્રષ્ટ હોવાનો આક્ષેપ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યો

વરસાદ અને માવઠાના પરિણામે ખેડૂતોને થયેલા નુકશાનની સર્વેની સિસ્ટમ ભ્રષ્ટ હોવાનો આક્ષેપ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યો

  • Share this:
મયુર માકડિયા, અમદાવાદ : રાજ્યમાં થયેલા ભારે વરસાદ અને માવઠાના પરિણામે ખેડૂતોને થયેલા નુકશાનની સર્વેની સિસ્ટમ ભ્રષ્ટ હોવાનો આક્ષેપ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. ભારતીય કિસાન સંઘનું સ્પષ્ટ માનવું છે કે છેલ્લા 10 વર્ષેથી ગામના તલાટી દ્વારા નોંધવામાં આવતા પાણી પત્રક બંધ થવાથી રાજ્યના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે.

ગુજરાતના ખેડૂતો માટે આ ચોમાસુ વરસાદ ના કારણે ખૂબ સારું રહ્યું પરંતુ વધુ વરસાદ અને માવઠાના પરિણામે કારણે ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં જ બળી ગયો છે. તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને રજુઆત કરતા સરકાર દ્વારા વીમા કંપનીઓને સર્વે માટે સૂચના આપવામાં આવી છે. પરંતુ સાથે જ ભારતીય કિસાન સંઘનું માનવું છે કે રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષેથી ગામના તલાટી મંત્રી દ્વારા નોંધવામાં આવતા પાણી પત્રક બંધ કરતા ખેડૂતો ને ખૂબ મોટું નુકસાન જઇ રહ્યું છે. જ્યારે પણ પાક ધીરાણ પર વીમો ચૂકવા માટે સર્વે કરવામાં આવે ત્યારે વીમા કંપનીઓ દ્વારા સાચો સર્વે કરતો નથી. જેના પરિણામે સાચો લાભાર્થી રહી જાય છે.

આ પણ વાંચો - ટ્રાફિકના નવા નિયમોનો ફફડાટ!, અમદાવાદમાં દંડની આવકમાં ઘટાડો

આ મામલે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે કુદરતે મહેર કરી છે અને કહેર પણ કરી છે. પહેલા પાક જોઈને લાગતું હતું કે ખુબ ઉત્પાદન થશે. ખેડૂત ખુબ ખુશ હતો પણ છેલ્લા મહિનાથી નુકસાન થયું છે. વરસાદ બંધ ના થયો તેથી બધા જ પાકો ફેઇલ ગયા છે. ખેડૂતો બે હાલ બન્યા છે. સરકાર ને રજુઆતો કરી છે. સરકારે પણ સારા નિર્ણયો લીધા છે. રકારે કરેલી જાહેરાતો આવકાર્ય છે. સરકાર ઝડપથી ખેડૂતો ને સહાય આપે તેવી કિસાન સંઘ ની માંગણી છે.

ભારતીય કિસાન સંઘનું માનવું છે કે રાજ્યમાં 10 વર્ષે પહેલા ગામના તલાટી દ્વારા પાણી પત્રક તૈયાર કરવામાં આવતું હતું. જેમાં ગામના ક્યાં સર્વે નંબર પર કયો પાક કઈ સિઝનમાં લેવાય રહ્યો છે તે તૈયાર કરવામાં આવતું હતું પરંતુ તે સિસ્ટમ બંધ થતાં હવે ખેડૂતો નામે મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ મામલે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દુધાત્રા એ જણાવ્યું હતું કે સરકાર પાસે કોઈ આંકડા હોતા જ નથી. સરકાર પાસે વાવેતર ના આંકડા જ નથી તો ઉત્પાદનના આંકડા ક્યાંથી હશે. અધિકારીઓ સરકાર ના કહ્યા માં નથી. કર્મચારીઓ ઉપર પણ સરકારનો કંટ્રોલ નથી. મગફળી અને કપાસના આંકડા ખોટા આપી ભાવ દબાવવાની યોજના ચાલી રહી છે. આંકડા બધા ખોટા આપવામાં આવે છે. જેથી વેપારી અને સરકાર ને ફાયદો છે. ખેડૂત રામ ભરોસે થઈ ગયો છે.

પાકી વીમાની સિસ્ટમ ઉપર પણ ભારતીય કિસાન સંઘે અનેક સવાલો ઉભા કર્યા છે.ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દુધાત્રાએ જણાવ્યું હતું કે પાક વીમો મરજિયાત હોવો જોઈએ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ક્યારે પણ ખેડૂતોને વીમો મળ્યો નથી. આ પાક વીમો નથી ધિરાણ વીમો છે. પાક વીમો સાવ ફેઇલ છે.સરકારે મીડિયા અને ખેડૂતોને ઉંધી ટોપી પહેરાવી છે. ખેડૂતોને સીધું પ્રીમિયમ આપવું જોઈએ. ટેકાના ભાવે ખરીદીની યોજના ભ્રષ્ટાચાર ની યોજના છે.

ખેડૂતોના જુદા જુદા મુદ્દે ભાજપની જ ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘે રાજ્યની ભાજપ સરકાર સામે બાંયો ચડાવી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહશે કે રાજ્ય સરકાર કિસાન સંઘની આ રજુઆતને કેવી રીતે જોશે?

 
First published: November 12, 2019
વધુ વાંચો
अगली ख़बर