ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું :ભરતસિંહ સોલંકી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ કરીશું :ભરતસિંહ સોલંકી
વડોદરા કોગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવેલા પ્રદેશ કોગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાના સંકેત આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.કોગ્રેસ કાર્યલયની મુલાકાતે આવેલા ભરતસિંહ સોલંકીનું કાર્યકર્તાઓએ આતશબાજી કરી સ્વાગત કર્યું હતું.ભરતસિંહ સોલંકીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે સરકારે 17મી એપ્રિલે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વડોદરા કોગ્રેસ કાર્યાલયની મુલાકાતે આવેલા પ્રદેશ કોગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાના સંકેત આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.કોગ્રેસ કાર્યલયની મુલાકાતે આવેલા ભરતસિંહ સોલંકીનું કાર્યકર્તાઓએ આતશબાજી કરી સ્વાગત કર્યું હતું.ભરતસિંહ સોલંકીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે સરકારે 17મી એપ્રિલે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું છે. જે સત્ર બાદ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે.જેથી કાર્યકર્તા ચૂંટણી માટે તૈયાર થઈ જાય.આ ઉપરાંત તેમને ભાજપે ચૂંટણી પાર્લામેન્ટ્રી કમિટીની જાહેરાત કરતા ભરતસિંહ સોલંકીએ નિશાન સાધતા કહ્યું કે ભાજપને ચૂંટણીની બહું ઉતાવળ છે પરંતુ કોગ્રેસ ચૂંટણીની તૈયારીમાં ભાજપ કરતા ઘણી આગળ છે.કોગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતીથી જીત હાંસલ કરશે. આ ઉપરાંત ભરતસિંહ સોલંકીએ યુપીમાં જેમ ખેડુતોનું દેવું માફ કરાયું છે તેમ ગુજરાતમાં પણ ખેડુતોના દેવું માફ કરવાની માંગ કરી છે.તેમજ કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડુતોના દેવું માફીનો મુદ્દાનો સમાવેશ કરાશે તેવી જાહેરાત પણ કરી હતી.   ભરતસિંહ સોલંકીનું નિવેદન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી વડોદરામાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભરતસિંહનું નિવેદન '17મીએ વિધાનસભાના વિશેષ સત્ર બાદ થઈ શકે છે ચૂંટણીની જાહેરાત' ભાજપની ચૂંટણી પાર્લામેન્ટરી કમિટી પર સાધ્યું નિશાન ભાજપને ચૂંટણીની બહુ ઉતાવળ છેઃ ભરતસિંહ 'યુપીની જેમ ગુજરાતમાં ખેડૂતોનું દેવુ માફ થવું જોઈએ' 'કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં દેવા માફીનો મુદ્દો મુખ્ય હશે'
First published: April 6, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर